મવડીના ગજાનંદ પાર્ક પાસે 1,700 ચોરસ મીટર સરકારી જગ્યામાં 7 માસથી ઝૂપડા, કેબિન સહિતનું દબાણ હતું
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સરકારી ખરાબાની જમીનો ખાલી કરાવવાનો આદેશ હોવાથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકા મામલતદાર કચેરીઓ દ્વારા સરકારી જમોની પર ખડકાયેલા દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને સરકારી જમીન ખૂલ્લી કરાવવામાં આવી રહી છે. આ દરમિયાન દક્ષિણ મામલતદારની ટીમ દ્વારા મવડી નજીક ગજાનંદ પાર્ક પાસેથી 5 જેટલા દબાણો હટાવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ રીતે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. એક પછી એક દબાણો હટાવવામાં આવતાં દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.