પટેલ યુવક પાસેથી રૂા.58 લાખ સામે બે એકર જમીન પચાવી પાડ્યા બાદ પણ વ્યાજખોરોએ રૂા.70 લાખ માંગ્યા
આજીડેમ વિસ્તારમાં રહેતાં દર્પણ પાનસૂરિયા નામના યુવાને ધંધા માટે વ્યાજખોર અલ્પેશ દોંગા પાસેથી લીધેલ 10 લાખ રૂપિયા બાદ તે વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો અને બાદમાં ધમભા ગોહિલ, ગંભીરસિંહ રેવરે પણ તેનો ફાયદો ઉઠાવી તોતિંગ વ્યાજે રૂપીયા આપ્યાં હતાં. જેમાં યુવાને રૂ.58 લાખ સામે વ્યાજખોરોએ બે એકર જમીન પચાવી પાડ્યા બાદ પણ વધું 70 લાખ મંગતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે સાંઈબાબા સર્કલ પાસે આસોપાલવ સોસાયટી શેરી નં.7 માં રહેતાં દર્પણભાઇ હંસરાજભાઈ પાનસુરીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ દોંગા, ધમભા ગોહિલ, ગંભીરસિંહ રેવરનું નામ આપતાં આજીડેમ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે કારખાનું ધરાવે છે અને તેમાં મજુરી કામ કરે છે. વર્ષ 2021 મા ગણેશ સોસાયટીમાં રહેતો હતો ત્યારે તેમના ઘરે વ્યાજ વટાવનો ધંધો કરતા અલ્પેશભાઇ દોંગા સાથે મુલાકત થયેલ અને તેમને પ્લાસ્ટીકના ધંધામા પૈસાની જરૂરીયાત પડતા અપ્લેશભાઇ દોંગા પાસેથી રૂપિયા દસ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધેલ હતા. વ્યાજ એક સાથે ચુકવવાનુ નક્કી થયેલ હતુ. તેના બદલામા પિતાના નામની લીલી સાજડીયાળી ગામની બે એકર જમીનનો દસ્તાવેજ વિજયભાઇ રામાણીના નામે અલ્પેશ દોંગાના કહેવાથી કરી આપેલ હતો. અલ્પેશએ કહેલ હતુ કે, તુ જયારે મને વ્યાજ સહીત પૈસા આપી દઈશ ત્યારે જમીનનો દસ્તાવેજ તારા નામે કરી આપીશ.
બાદમાં અલ્પેશ દોંગાને ગયા 05/2024 મા રૂપિયા દસ લાખ વ્યાજ સહીત આપવાનુ કહેતા તેમણે દસ લાખના પચ્ચીસ લાખ આપવા પડશે તેમ કહેલ અને નહી આપે તો હુ દસ્તાવેજ નહી કરી આપુ તેમ કહેલ હતું. બાદમાં વાતચિતના અંતે અલ્પેશ દોંગા રૂપિયા વીસ લાખમા માની ગયેલ અને તેમને વીસ લાખ આપવા માટે તૈયાર થઈ ગયેલ પરંતુ પૈસાની સગવડતા ન થતા ત્યારે તેમને પૈસા આપેલ ન હતા. થોડા સમય બાદ આપવાનુ નક્કી કરેલ બાદ સગા વ્હાલામાથી લીધેલ ઉછીના પૈસા વર્ષ 2022 મા તેમને પરત આપવા માટે ધમભા ગોહીલ પાસેથી રૂપિયા પાંત્રીસ લાખ ત્રણ ટકાના વ્યાજે એક વર્ષ માટે લીધેલ હતા.
જેમા તેમણે એક વર્ષના વ્યાજના પૈસા કાપી રૂપિયા 28 લાખ આપેલ હતાં. પરત કરતી વખતે 28 લાખના વ્યાજ સહીત 35 લાખ આપવાના તેમ નક્કી થયેલ હતુ. આજ સમય દરમ્યાનરાજકોટના ગંભીરસિંહ રેવર પાસેથી રૂપિયા 13 લાખ ત્રણ ટકાના વ્યાજે એક વર્ષ માટે લીધેલ હતા અને તેમને વ્યાજ એક સાથે આપવાનુ હતુ. ગંભીરસિંહને પાછળથી ખબર પડેલ કે, મારા પર દેણુ થઈ ગયેલ છે તો તેમણે મારી પાસે હાથ ઉંછીનાનુ વ્યાજ સહીત રૂપિયા 15 લાખનુ હાથ ઉંછીનાનુ લખાણ તેમના ભાઇ રાજદિપસિંહના નામે કરાવી લીધેલ હતુ. તેમની પાસેથી 15 લાખનો ચેક લઈ લીધેલ હતો. બાદમાં ત્રણેય વ્યાજખોરને કુલ મળી 90 લાખમા જમીન આપી દીધેલ હતી જે જમીનનો વહીવટ ધમભા ગોહીલ પાસે હતો અને તેમણે જમીન વેચી પૈસા લઈ લીધેલ અને પૈસા રાજભાને તથા ગંભીર સિંહને ન આપેલ પરંતુ તે લોકોએ અંદરો અંદરો જમીનના પૈસા લઈ લીધા બાદ ગંભીરસિંહ મારી પાસે પૈસાની ઉઘરાણી કરતો હતો. અલ્પેશ દોંગા પાસેથી લીધેલ દસ લાખ ત્રણ ટકાના વ્યાજના દરે જે વ્યાજ સહીત 20 લાખ, ધમભા ગોહીલ પાસેથી લીધેલ 28 લાખ ત્રણ ટકાના વ્યાજના દરે જે વ્યાજ સહીત 35 લાખ, ગંભીરસિહ પાસેથી 13 લાખ ત્રણ ટકાના વ્યાજના દરે લીધેલ જે તેવો વ્યાજ સહીત 15 લાખની પઠાણી ઉઘરાણી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.