મવડીના યુવકની કાર મિત્રએ ભાડે મુકવાના બહાને લઈ ગીરવે મુકી દીધી: છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ
મવડીના યુવકની તેના ગોંડલ રહેતા મિત્રએ પવનચકકીના કોન્ટ્રાકટમાં ગાડી મુકવાનું કહી નવી કાર ખરીદ કરાવી બાદમાં તે ગાડી અન્યને ગીરવે મુકી પૈસા પડાવી લેતા તાલુકા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે સુર્યપુજા કૃષ્ણ પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ હઠીસિંહ પરમાર (ઉ.42) એ નોંધાવેલ ફરિયાદમાં સુધીર મનુ ચાવડા (રહે. આઈટીઆઈ પાછળ, ગોંડલ)નું નામ આપતા તાલુકા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવેલ હતું કે તે શાપરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ ગોંડલ રહેતા તેમના મિત્ર સુધીર ચાવડાને છેલ્લા પાંચ વર્ષથી ઓળખે છે અને તેમનો મિત્ર છે. ત્રણ વર્ષ પહેલા સુધીરે તેમને કહેલ કે પવન ચકકીમાં કોન્ટ્રાકટમાં ગાડીની જરૂરિયાત છે જો તમે એક કાર લઈ આપો તેનું ડાઉનપેમેન્ટ હું ભરી આપીશ. લોન તમારા નામે કરી ગાડી કોન્ટ્રાકટમાં મુકી જે વળતર આવશે તેમાંથી આપણે ગાડીના હપ્તા ભરી દેશું તેમ વાત કરેલ હતી.
આરોપી સુધીર તેમનો મિત્ર હોય તેના પર ભરોસો રાખી તેઓએ ટ્રાઈબર કાર નવી ખરીદ કરેલ હતી. ગાડી ખરીદ કર્યા બાદ તે કાર સુધીરને સોંપી દીધેલ હતી. જે બાદ તેને પાંચ થી છ હપ્તા રોકડા આપેલ હતા. બાદમાં તેને એક પણ હપ્તો આપેલ ન હતો. તે બાબતે તેને અવારનવાર ફોન કરતા થોડા દિવસ બાદ કરી આપુ છુ અને અલગ અલગ બહાના કાઢતો હતો તેમજ ગાડી પણ પરત આપેલ ન હતી. બાદમાં તેને જણાવ્યું હતું કે પોતાને આર્થિક ખેંચતાણ થતા ગાડી બીજા કોઈને ત્યાં ગીરવે મુકી દીધેલ છે. 15 દિવસમાં તેનું પેમેન્ટ આવવાનું છે તે પેમેન્ટ હું આપીને તમારી ગાડી પરત આપી દઈશ. પરંતુ તેને કાર પરત ન આપી વિશ્ર્વાસઘાત કર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.