ચોમાસામાં દરિયાની સુંદરતા નહીં, રૌદ્રતાને જોવી જરૂરી
પોરબંદરના માધવપુરથી મીયાણી સુધીના ૧૧૦ કિ.મી. લાંબા અને રમણીય દરિયાકિનારાની સુંદરતા જોઇને લોકો આકર્ષાય છે. હાલમાં જ ચોમાસુ આગેકૂચ કરી રહ્યુ છે અને તેની સીધી અસર સમુદ્રમાં દેખાઈ રહી છે. દરિયાના મોજાઓ ઉંચા ઉંચા ઉછળીને જાણે કહી રહ્યા છે કે, સમુદ્ર માત્ર સુંદર જ હોય તે જરૂરી નથી, ચોમાસામાં રૌદ્રતા પણ ધારણ કરે છે. પોરબંદરના દરિયાકાંઠે વર્ષ દરમિયાન અને તેમાં પણ ખાસ કરીને ચોમાસામાં અસંખ્ય એવા બનાવ બને છે કે જેમાં સમુદ્રમાં પગ બોળવા ગયેલ લોકો સેલ્ફી લેવા માટે જતા લોકોથી માંડીને તરતા આવડતુ હોવાથી નહાવા માટે દરિયામાં જતા લોકો તણાયાના અને મૃત્યુ પામ્યા હોવાના અસંખ્ય કિસ્સાઓ નજર સમક્ષ છે. ગઇકાલે જ માધવપુરના દરિયાકિનારે
તોફાની મોજા માતા-પુત્રીને તાણી ગયાનો બનાવ તાજો જ છે ત્યારે ચોક્કસપણે આ તસ્વીર જોતા કહી શકાય તે 1. દરિયાની સ્વચ્છતા અને સુંદરતા જેટલી રમણીય છે તેટલો જ તે રૌદ્ર પણ છે માટે હાલમાં ચોમાસા દરમિયાન તેની સુંદરતાને જોવા કરતા રૌદ્રતાને જોઇને તેનાથી દૂર રહેવું સારુ તેવું આ તસ્વીરમાં જણાઈ રહ્યું છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.