વૃક્ષ વાવો, પૃથ્વી બચાવો.એક પેડ માં કે નામ હિંમતનગર નગરપાલિકા દ્રારા ત્રણ વર્ષ અગાઉ અટલ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું હતું - At This Time

વૃક્ષ વાવો, પૃથ્વી બચાવો.એક પેડ માં કે નામ હિંમતનગર નગરપાલિકા દ્રારા ત્રણ વર્ષ અગાઉ અટલ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું હતું


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

વૃક્ષ વાવો, પૃથ્વી બચાવો...... એક પેડ માં કે નામ ........

હિંમતનગર નગરપાલિકા દ્રારા ત્રણ વર્ષ અગાઉ અટલ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું હતું
******
આજે આ અટલ ઓક્સિજન પાર્ક એક નાનકડુ જંગલ બની હિંમતનગરની શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યું છે.
*******
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા દ્રારા શહેરને હરિયાળુ બનાવવા કાટવાડ રોડ ખાતે ત્રણ વર્ષ અગાઉ અટલ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણીએ નગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સ્ટેન્ડિંગ કમિટિના ચેરપર્સન જીનલ પટેલ જણાવે છે કે, નગરપાલિકા દ્રારા માત્ર વિકાસ નહિં ટકાઉ વિકાસ પર ભાર મુકિ પર્યાવરણની જાળવણીને મહત્વ આપી પડતર જમીન, રસ્તાઓની આસ-પાસ જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળુ બનાવાની નેમ લીધી છે.
કોરોનાની મહામારી સ્વચ્છ પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધુ છે. વધુને વધુ વૃક્ષો વાવીને કુદરતી પ્રાણવાયુ મેળવવા સ્વચ્છ કુદરતી ઓક્સિજન પ્રાપ્ત કરવા હરિયાળી ક્રાંતિની જરૂર છે.
નગરપાલિકા દ્રારા નિર્મિત આ અટલ ઓક્સિજન પાર્ક માત્ર ત્રણ વર્ષના સમયમાં નાનકડું રમણીય જંગલ બની ગયું છે. પોણા ત્રણ એકર માં ૭૦ જેટલા દેશી કુળના પાંચ હજાર વૃક્ષો ચાર હજારથી વધુ નાના-મોટા ફુલ છોડ છે. આ જગ્યાએ નાના પશુ-પક્ષિઓનું નિવાસ બની રહ્યું છે. આજે આ અટલ ઓક્સિજન પાર્ક એક નાનકડુ જંગલ બની હિંમતનગરની શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યું છે.

નગરપાલિકા વિભાગના અથાગ પ્રયત્નો અને બગિચા વિભાગના વડા શ્રીખણુસિયાભાઇની સીધી દેખ-રેખમાં હિંમતનગરમાં રાશીવાન, વિરાંજલી અને અટલ ઓક્સિજન પાર્ક હિંમતનગર નગરપાલિકાનું ગ્રીન કવર ઉભુ કરવામાં મદદરૂપ થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.