શ્વેતા તિવારીનું નિષ્ફળ લગ્નો પર દુઃખ છલકાયું:અભિનેત્રીએ કહ્યું, ‘દીકરીના કારણે જટિલ સંબંધોમાં રહી, જે હેરાનગતિ જોઈ તે સહન ન કરી શકી’
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, અભિનેત્રીએ તેના બંને નિષ્ફળ લગ્ન વિશે વાત કરી. તેણે જણાવ્યું કે કેવી રીતે આંતરજ્ઞાતીય લગ્નના કારણે તેની માતાને ટોણા મારવામાં આવે છે. તેમના લગ્ન પહેલાથી જ ચોક્ક્સ દૃષ્ટીથી જોવામાં આવી રહ્યા હતા. ઘરેલુ હિંસા પછી પણ પુત્રી પલકના કારણે જટિલ લગ્નજીવન સાથે જોડાયેલી રહી. ગલાટા ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન શ્વેતા તિવારીએ તેના પહેલા પતિ રાજા ચૌધરી અને બીજા પતિ અભિનેતા અભિનવ કોહલી સાથેના સંબંધો વિશે વાત કરી. શ્વેતા તિવારીએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ 2007માં ઘરેલુ હિંસા અને રાજા ચૌધરીની દારૂની લતનો આરોપ લગાવીને છૂટાછેડા માટે અરજી કરી હતી. લગ્નના 9 વર્ષ પછી છૂટાછેડાના મુદ્દે શ્વેતા તિવારીએ કહ્યું, 'જ્યારે મારી પુત્રી પલક મોટી થઈ ત્યારે મારા પિતા મારી સાથે ન હોવાના કારણે હું ચિંતિત હતી. પણ પછી મને સમજાયું કે તમારો પરિવાર ત્યારે જ સુખી થઈ શકે છે જ્યારે તમે માનસિક રીતે ખુશ હોવ. વિખરાયેલા પરિવારમાં રહીને બાળકોનો ઉછેર સારી રીતે થઈ શકતો નથી. જો બે વ્યક્તિ સાથે રહી ન શકે તો અલગ થઈ જવું વધુ સારું છે.' તેના પહેલા પતિ રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા પછી, શ્વેતા તિવારીએ ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી 2013 માં અભિનેતા અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર રેયાંશ કોહલી પણ હતો. પરંતુ 2019 માં, અભિનેત્રીએ અભિનવ પર ઘરેલુ હિંસા અને પુત્રી પલક તિવારીના ઉત્પીડનનો આરોપ લગાવ્યો, ત્યારબાદ તે જ વર્ષે બંને અલગ થઈ ગયા. શ્વેતા કહે છે, 'હું જે લોકોને છોડીને જતી રહી છું તેઓ પસ્તાવો કરી રહ્યા છે.' બંનેના લગ્ન તૂટ્યા બાદ હવે શ્વેતા તિવારી તેના બે બાળકો પલક અને રેયાંશને એકલા હાથે ઉછેરી રહી છે. આ દરમિયાન સિરિયલ 'ઇમલી'ના લીડ એક્ટર ફહમાન ખાન અને શ્વેતા તિવારી વચ્ચે ડેટિંગની વાતો સામે આવી રહી છે. જો કે આ વાત સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. આ સમાચાર સાંભળીને શ્વેતા અને ફહમાન પણ ચોંકી ગયા છે. હાલમાં શ્વેતા તિવારીની પુત્રી પલકનું નામ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે જોડાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેનું અફેર ચાલી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.