પ્રાકૃતિક કૃષિ:વર્તમાન સમયની અનિવાર્યતા પ્રાકૃતિક કૃષિ કરવા માટે મહત્વનું ખાતર એટલે ઘનજીવામૃત - At This Time

પ્રાકૃતિક કૃષિ:વર્તમાન સમયની અનિવાર્યતા પ્રાકૃતિક કૃષિ કરવા માટે મહત્વનું ખાતર એટલે ઘનજીવામૃત


*પ્રાકૃતિક કૃષિ:વર્તમાન સમયની અનિવાર્યતા*
*******
*પ્રાકૃતિક કૃષિ કરવા માટે મહત્વનું ખાતર એટલે ઘનજીવામૃત*
****
વર્તમાન સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન માટે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ આવશ્યક છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા મહાઅભિયાન થકી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તો આવો સમજીયે પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક ખાતર એવા “ઘનજીવામૃત” વિશે.

પ્રાકૃતિક કૃષિમાં બે પ્રકારના ખાતરો તૈયાર કરવાનાં હોય છે. એક છે જીવામૃત અને બીજુ છે ઘનજીવામૃત.

*ઘનજીવામૃત બનાવવા માટે શુ જોઈએ?*
●100 કિ.ગ્રા. દેશી ગાયનું છાણ
●1 કિ.ગ્રા. ગોળ
●2 કિ. ગ્રા. કઠોળનો લોટ (તુવેર,ચણા,મગ, અથવા અડદ
●થોડુંક ગૌમૂત્ર

આ પદાર્થોને સારી રીતે ભેળવી ગુંદી લેવા જેથી તે શીરો કે લાડું જેટલું બની જાય. તેને બે દિવસ સુધી કોથળાથી ઢાંકીને રાખો અને થોડું પાણી છાંટી દો. પછી તેને એટલું ઘાટું બનાવો કે જેથી તેના લાડું બને. હવે આ ઘનજીવામૃતના લાડવાને કપાસ, મરચી, ટામેટા, રીંગણા, ભીંડો, સરસવના બિયારણની સાથે જમીન ઉપર રાખી દો. એના ઉપર સૂકું ઘાસ નાખો. જો તમારી પાસે ટપક પિયત હોય તો ઘનજીવામૃત ઉપર સૂકું ઘાસ રાખીને ઘાસ ઉપર ડ્રીપરથી પાણી આપવું.આ ઘનજીવામૃતના લાડવા તમે ઝાડ-છોડ પાસે આપી શકો છો. જેથી જીવામૃત મૂળ સુધી પહોંચી શકે, એના માટે જમીનમાં ભેજ હોવો જોઈએ.

*સૂકું ઘનજીવામૃત*
આ ભીના ઘનજીવામૃતને તમે છાંયડામાં અથવા હળવા તડકામાં સારી રીતે ફેલાવીને સૂકવી દેવુ. સૂકાયા બાદ તેને બારીક ભુકો બનાવો અને કોથળામાં ભરીને છાંયડામાં સંગ્રહ કરો. આ ઘનજીવામૃતને તમે સૂકવીને છ મહિના સુધી રાખી શકો છો. સૂકાયા પછી ઘનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવ સુષુપ્ત થઈ કોશેટા ધારણ કરે છે. જયારે તમે ઘનજીવામૃત જમીનમાં નાખો છો, ત્યારે જમીનમાં ભેજ મળતાં જ તે સૂક્ષ્મજીવ કોશેટા તોડીને, સુષુપ્ત અવસ્થા ભંગ કરીને ફરીથી કાર્યમાં લાગી જાય છે. જો છાણ વધારે હોય, તો વધારે પ્રમાણમાં ઘનજીવામૃત બનાવીને મર્યાદિત પાકોમાં છાણિયું ખાતર ભેળવીને એનો ઉપયોગ કરો. ખેતીમાં ખૂબ જ ચમત્કારિક પરિણામ મળશે.
******


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.