બાળકો ના વિભાગ માં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં ફક્ત 1.2 હિમોગ્લોબીન ધરાવતા બાળક ની કરાઈ સફળ સારવાર
બાળકો ના વિભાગ માં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં ફક્ત 1.2 હિમોગ્લોબીન ધરાવતા બાળક ની કરાઈ સફળ સારવાર
અનીડા ગામના ૩ વર્ષીય બાળક નંદીના ગોવિંદભાઈ માવસ્યા ને કંજેકટીવ કાર્ડિયાક ફેલિઅર અને સિકલસેલ એનીમીયા જેવા લક્ષણો સાથે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર માટે આવતા તેનું Hb ૧.૨% હોવાનું રિપોર્ટ માં આવેલ હતું. દર્દી ને શ્વાસ માં તકલીફ થતા તેને સતત બે દિવસ સુધી ઓક્ષીજન પર રાખવામાં આવેલ હતું અને બે બોટલ લોહીની જરૂરિયાત ઉભી થઈ હતી. નિષ્ણાંત ડો.મિરલ સીંગાળા દ્રારા યોગ્ય સારવાર અપાતા તા.૨૭/૦૬/૨૦૨૪ નારોજ બાળક ને શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માંથી રજા આપવામાં આવેલ હતી. રજાના સમયે બાળક નું Hb ૮% હોવાનું જણાયું હતું.બાળક ના પિતા ગોવિંદભાઈ માવસ્યા એ બાળકો ના વિભાગ ના ડો.મિરલ શિંગાળા, ડો.શૈલેષ સુદાણી, ડો.ગૌરાંગ સુહાગીયા તથા બધા નર્સિંગ સ્ટાફ અને ગજેરા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.