હાથરસ અકસ્માતમાં 122ના મોત: VIDEOS:ખુલ્લામાં વેરવિખેર મૃતદેહો, પ્રિયજનોની શોધમાં રડતા લોકો; 150 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઉત્તર પ્રદેશના હાથરસમાં નારાયણ સાકર હરિ ભોલે બાબાના સત્સંગ દરમિયાન આજે મંગળવારે (02 જુલાઈ, 2024) નાસભાગમાં 122 લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. 150થી વધુ લોકો ઘાયલ થયા છે. હાથરસથી 47 કિલોમીટર દૂર આવેલા ફુલરાઈ ગામમાં સત્સંગ ચાલી રહ્યો હતો. તેમાં 20 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ ઘાયલોને ટેમ્પો અને બસમાં હાથરસની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતનું કારણ?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સત્સંગ સમાપ્ત થયા પછી લોકો બહાર આવવા લાગ્યા. હોલ પણ નાનો હતો અને ગેટ પણ સાંકડો હતો. પહેલા બહાર નીકળવા માટે નાસભાગ મચી ગઈ હતી. લોકો એકબીજા પર પડ્યા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. વીડિયોમાં જુઓ અકસ્માત અને તેનું પરિણામ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.