જ્યાં ટીમ ઈન્ડિયા ફસાઈ છે તે બાર્બાડોસની ડરામણી તસવીરો:શહેરમાં કર્ફ્યૂ જેવો માહોલ, ઘર પરથી છત ઊડી, રસ્તાઓ કાદવ બન્યા; જાણો કેટલું ખતરનાક છે બેરિલ વાવાઝોડું - At This Time

જ્યાં ટીમ ઈન્ડિયા ફસાઈ છે તે બાર્બાડોસની ડરામણી તસવીરો:શહેરમાં કર્ફ્યૂ જેવો માહોલ, ઘર પરથી છત ઊડી, રસ્તાઓ કાદવ બન્યા; જાણો કેટલું ખતરનાક છે બેરિલ વાવાઝોડું


ભારતની ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ જીત્યા પછી હજુ પણ ભારત પાછી ફરી નથી. આખી ટીમ બાર્બાડોસમાં આવેલાં હરિકેન બેરિલ વાવાઝોડાને કારણે હોટલમાં ફસાયેલી છે. વાવાઝોડું એટલું ખતરનાક છે કે એના કારણે ફ્લાઇટ બંધ થઈ ગઈ છે. એવામાં સવાલ છે કે આખરે આ તોફાન કેટલું ખતરનાક છે, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે અને હરિકેન વાવાઝોડું સામાન્ય વાવાઝોડા કરતાં કેટલું અલગ છે, કેટલું ખતરનાક છે આ હરિકેન?
આ સામાન્ય વાવાઝોડું નથી, પરંતુ કેટેગરી-4નું વાવાઝોડું છે, જે ખૂબ જ ખતરનાક છે, પરંતુ હવાની સ્પીડને જોતાં એને કેટેગરી-5નું વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે. હાલ ત્યાં હવાની ગતિ 257 કિલોમીટરની છે. હવા એટલી તેજ છે કે ત્યાં જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત છે અને પ્રશાસને લોકોને ઘરની બહાર જવાની અપીલ કરી છે. વીજળી અને પાણી સપ્લાય ઠપ થયાં ગયાં છે. અનેક ઘરની છત ઊડી ગઈ છે, સાથે જ ભારે વરસાદ હોવાના કારણે શહેરમાં દરેક જગ્યાએ પાણી જ પાણી છે, સાથે જ વધારે પ્રભાવિત સ્થળોએ સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો બાર્બાડોસ, સેન્ટ લૂસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન ટાપુ, ગ્રેનેડા અને ટોબૈગો છે, જ્યારે એની પાસેનાં ક્ષેત્ર ડોમિનિકા, હૈતી માટે વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડામાં ક્લોકવાઇઝ હવા ફરે છે અને આવું વાવાઝોડું 10 વર્ષમાં એકવાર આવે છે. નોર્મલ વાવાઝોડા કરતાં કેટલું અલગ છે?
જો આ વાવાઝોડાની વાત કરીએ તો એને ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવામાં આવે છે. હરિકેન આ શ્રેણીનું સૌથી ખતરનાક વાવાઝોડું છે. આ એક પ્રકારનું ચક્રવાત છે, જે સમુદ્રની ઉપરથી ઊઠે છે. હકીકતમાં જ્યારે પણ સમુદ્રનું તાપમાન વધે છે ત્યારે એની ઉપરની હવા ગરમ થાય છે અને ઉપર વધે છે અને એ જગ્યા ખાલી થઈ જાય છે. પછી ઠંડી હવા ત્યાં પહોંચે છે અને ચક્રવાત રચાય છે, પરંતુ ઉત્તર અમેરિકા અને કેરેબિયન ટાપુઓ પર આવતા વાવાઝોડાને હરિકેન કહેવામાં આવે છે. આમાં ફરતી હવાઓ આ વાવાઝોડાને વધારે ખતરનાક બનાવે છે. બાર્બાડોસમાં વાવાઝોડાથી કેવી પરિસ્થિતિ છે...ફોટોઝમાં જુઓ કેટલી હવામાં વ્યક્તિ ઊડવા લાગે છે?
કોઈપણ વ્યક્તિના હવામાં ઊડવા પાછળ અનેક કારણો નિર્ભર કરે છે, સાથે જ વ્યક્તિની બળ, વજન, બનાવટ અનેક બાબતો પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે છે. જોકે જો 70 માઇલ પ્રતિ કલાકની ગતિથી હવા ચાલે છે, તો આ ગ્રેવિટીના ફોર્સ પર હાવી થઈ શકે છે. આ દરમિયાન વ્યક્તિ પોતાની જગ્યાએથી હલી શકે છે. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે ત્યાં કેટલી ઝડપી હવા ચાલી રહી હશે. ટીમ ઈન્ડિયા ભારત ક્યારે પહોંચશે?
જોકે હવે થોડા જ સમયમાં વાવાઝોડાની અસર ઘટી જશે અને એના પછી એરપોર્ટની કામગીરી શરૂ થઈ જશે. ત્યાં જ બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા માટે ખાસ ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરી છે. નોંધનીય છે કે આ ફ્લાઇટ મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6 વાગ્યાથી ઉડાન ભરશે અને સાંજે 7.45 વાગ્યે દિલ્હી લેન્ડ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.