સમસ્ત શ્રી ખંભાતી શ્રીમાળી સોની સમાજની પારિવારિક પરિચય પુસ્તિકાનું વિમોચન - At This Time

સમસ્ત શ્રી ખંભાતી શ્રીમાળી સોની સમાજની પારિવારિક પરિચય પુસ્તિકાનું વિમોચન


રિપોર્ટ -નિમેષ સોની,

(પ.પૂ.સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ, સંતવૃંદ ( શ્રી સંતરામ મંદિર નડિયાદ) ના વરદ હસ્તે પરિચય પુસ્તિકાનું વિમોચન)

સમસ્ત શ્રી ખંભાતી શ્રીમાળી સમાજ દ્વારા સમાજનાં સભ્યોનો પરિચય સરળતાથી થાય તે હેતુથી એક પારિવારિક પુસ્તિકા બહાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને સમાજના સભ્યોનો એકબીજા સાથેનો પરિચય સરળતાથી બની શકે તે માટે ૩૦/૦૬/૨૦૨૪ને રવિવારનાં રોજ વીસ ગામ લેઉવા પટેલની વાડી,ખં ભાત ખાતે બપોરે ૩:૦૦ કલાકે યોજવામાં આવ્યો હતો. જેમાં સવારે ૧૧:૦૦ કલાકે વાઘેશ્વરી માતાએ મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પ.પૂ.સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના વરદ હસ્તેપુસ્તક વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાજને સંગઠીત કરવા માટે યોગદાન આપ્યું હોય એવા ૪૦ જેટલા વડીલોને તેમજ ૨૦ જેટલા કાર્યકર્તાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખંભાતી શ્રીમાળી સોની સમાજના સભ્યો ઉપસ્થિત રહયાં હતાં અને કાર્યક્રમના અંતે સ્વરૂચી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.