સાબરકાંઠા......... વડાલી તાલુકાના વાડોઠ ગામે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની ગટર લાઈનમાં કરવામાં આવેલ મસમોટો ભ્રષ્ટાચાર - At This Time

સાબરકાંઠા……… વડાલી તાલુકાના વાડોઠ ગામે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની ગટર લાઈનમાં કરવામાં આવેલ મસમોટો ભ્રષ્ટાચાર


સાબરકાંઠા.........
વડાલી તાલુકાના વાડોઠ ગામે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની ગટર લાઈનમાં કરવામાં આવેલ મસમોટો ભ્રષ્ટાચાર
વડાલી તાલુકાના વડોઠ ગામે નાદરી રોડ પર જિલ્લા પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઈન કરવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના નિયમો નેવે મૂકીને પોતાની મરજી માફક ગટર લાઈન બનાવી દીધી હતી તેઓ આજુબાજુના જમીન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઈન પર સામાન્ય માટી નાખીને પોતાનું પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આજુબાજુના જમીન માલિકો દ્વારા આ બાબતે જે તે વિભાગ યોગ્ય તપાસ કરી ગામ લોકોને યોગ્ય ન્યાય મળે તેવી માગણી કરી હતી કોન્ટ્રાક્ટરને ગામ લોકો દ્વારા સારું કામ કરવાની વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટરે રાતોરાત મન ફાવે તેમ કામ કરીને ગટર લાઈન બનાવી જતો રહ્યો હતો આ ગટર લાઈન પર ચોમાસાનો વધુ વરસાદ આવે તો સંપૂર્ણ ગટર લાઈન તણાઈ શકે તેમ છે અને પ્રજાના પૈસા પાણીમાં જાય તેમ છે તો આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી ગામ લોકોની માંગ ઉઠી હતી
હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.