મેંદરડા પી.જી.વી.સી.એલ કચેરી દ્વારા પ્રશંસનિય કામગીરી શહેરીજનો અને ખેડૂતો ને વિજ પુરવઠો બાબતે હેરાનગતિ ન થાય તે માટે 24/7 કર્મચારીઓ સતત ખડે પગે - At This Time

મેંદરડા પી.જી.વી.સી.એલ કચેરી દ્વારા પ્રશંસનિય કામગીરી શહેરીજનો અને ખેડૂતો ને વિજ પુરવઠો બાબતે હેરાનગતિ ન થાય તે માટે 24/7 કર્મચારીઓ સતત ખડે પગે


મેંદરડા પી.જી.વી.સી.એલ કચેરી ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી
શહેરીજનો અને ખેડૂતોને વીજ પુરવઠો બાબતે હેરાનગતિ ન થાય તે સબબ 24/7 કર્મચારીઓ સતત ખડે પગે
મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર સી.બી. ચરડવા દ્વારા મહત્વ પૂર્ણ જાણકારી આપવામાં હતી જેમાં જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૪ થી મેંદરડા કચેરી હેઠળ આવતા છ જ્યોતિગ્રામ ફીડરો અને ૨૦ જેટલા ખેતીવાડી ફિડરોમાં પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવેલ હતી ત્યારે હાલમાં વરસાદ તેમજ પવન ના લીધે પણ લાઈનોમાં અને ટ્રાન્સફોર્મર મા ખુબજ નહીવત ફોલ્ટ આવેલા હતા. હાલમાં ચાલુ વરસાદ દરમિયાન પણ મેંદરડા પીજીવીસીએલ ટીમના દરેક કર્મચારીઓ દ્વારા લાઈન સમારકામ તેમજ વીજફોલ્ટ દુરસ્ત કરવાની કામગીરી ખૂબ જ ઝડપી અને યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
આ અંગે નાયબ ઇજનેરે જણાવેલ હતું કે ઉનાળા દરમિયાન હીટવેવને લીધે લોકોને હેરાન પરેશાન થવું ન પડે તે સબબ ફીડરોમાં તબક્કા વાર પુરતા પ્લાનિંગ થી પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવેલ હતી જેમાં લાઈનમાં નવા જંમ્પર કરવા,વાયર બદલવા,પોલ સીધા કરવા, લાઈનમાં નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવી જેવી વિવિધ કામગીરી કરવામાં આવેલ. નાયબ ઇજનેર ચરાડવા એ વિશેષમાં જણાવેલ હતું કે હાલમાં વરસાદને લીધે ફોલ્ટ સર્જાય તો તાત્કાલિક ખુબ જ ઓછા સમયમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેના માટે મેંદરડા ટીમ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે. વિજ લાઈનોમા કોઈપણ પ્રકારનો ફોલ્ટ ન આવે અને ૨૪ કલાક સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેવા પ્રયત્નો કચેરી દ્વારા સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક કરવામાં આવે છે અને પીજીવીસીએલ કંપની નો મુખ્ય હેતુ "વિક્ષેપ રહિત સાતત્ય સભર વિજ પુરવઠો પુરો પાડવો" તેને ખરા અર્થ મા સાર્થક કરવાની બાંહેધરી આપેલ..
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.