મેંદરડાના નાજાપુર ખાતે વિકસિત ગુજરાત શિક્ષિત ગુજરાત અંતર્ગત શાળા પ્રવેશોત્સવ,વૃક્ષારોપણ ખાતમુર્હુત સહિતના કાર્યક્રમ યોજાયા
મેંદરડા ના નાજાપુર ખાતે વિકસિત ગુજરાત શિક્ષિત ગુજરાત અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ
નાજાપુર ખાતે શાળા પ્રવેશોત્સવ 2024 અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નાજાપુર ગામે પ્રાથમિક શાળાના ભૂલકાઓને કુમકુમ લગાવીને શાળા પ્રવેશ કરાવ્યો હતો સાથે સ્ટેશનરી વિતરણ કરવામાં આવેલ અને શાળાના નવનિર્માણ થવા જઈ રહેલ ભવનનું ભૂમિ પૂજન ખાતમુર્હુત કરવામાં આવેલ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003 થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવેલો હતો જે ઇતિહાસ માં પ્રથમ ઘટના ધટી હતી જેમાં મુખ્યમંત્રી સહિત આખે આખું મંત્રીમંડળ,સભ્યો અધિકારીઓ,પદાધિકારીઓ સહિતનાઓ દ્વારા ગામડે ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ યોજી નાના ભૂલકાઓને શાળામાં આવકારવામાં આવ્યા હતા જે 2003 થી સતત વર્ષો વર્ષ આ ચિલો ડંકારવામાં આવ્યો છે તે સતત અવિરત ચાલુ જ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં માણાવદર મેંદરડા ના ધારાસભ્ય અરવિંદ ભાઈ લાડાણી, જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર,માર્કેટિંગ યાર્ડ ચેરમેન વિનુભાઈ રાજાણી,જિલ્લા મંત્રી ચિરાગભાઈ રાજાણી,પટેલ સમાજ પ્રમુખ હરિભાઈ વાવૈયા,વાલીઓ, કાર્યકરો,આગેવાનો ગ્રામજનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.