દેશમાં 1 જુલાઈથી અમલમાં આવનાર ન્યુ ક્રિમિનલ લોઝ-ક્રિમિનલ કોર્ટ હેન્ડબુકનો સાયલા ખાતે વિમોચન તથા વિતરણ કાર્યક્રમ યોજાયો.
તા-૦૧/૦૭/૨૦૨૪ થી દેશમાં ત્રણ નવા ક્રિમીનલ કાયદા લાગુ પડશે. તેને લઈને ૨૫-૨ ૨૦૨૪ ના રોજ કેન્દ્ર સરકારે જાહેર નામું પાડયું હતુ, બ્રિટીશ કાળના ભારતીય દંડ સંહિતા-૧૮૬૦(IPC) ને બદલે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ (BNS), ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ને બદલે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ (BNSS), અને ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨ ને બદલે ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ (BSA) તરીકે ગણાશે. આ ત્રણેય નવા કાયદા સંસદના શીતકાલીન સત્રોમાં પસાર થયા પછી તા.૨૫-૧૨- ૨૦૨૩ના રોજ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપ્યા બાદ ભારતીય ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ.
અત્યાર સુધી ન્યાય પ્રક્રિયા અંગ્રેજ શાસકો દ્રારા બનાવવામાં આવેલ ફોજદારી કાયદાઓ દ્રારા ચાલતી રહી પરંતુ હવે આ ત્રણેય નવા ફોજદારી કાયદાઓ તા.૦૧/૦૭/૨૦૨૪ થી અમલમાં આવનાર હોય જેમાં દંડ નહી પણ ન્યાય તથા શાસનનાં બદલે નાગરીકને કેન્દ્રમાં રાખી ન્યાય પ્રક્રિયા ઝડપી અને સુદ્રઢ બનાવવાનો હેતુ છે.
ત્યારે સાયલા બાર એસોશીએશનનાં પ્રમુખ અને હાલ જીલ્લા પોલીસ વિભાગમાં કાયદા અધિકારી ( વર્ગ-૧) તરીકે કાર્યરત એડવોકેટ દિપકભાઈ પંડ્યા તથા તેઓનાં મિત્ર એડવોકેટ રણજીતસિંહ સિંધા દ્રારા સંપાદિત ' ત્રણેય નવા ફોજદારી કાયદાઓ તથા અન્ય કાયદાઓની બુક 'ન્યુ ક્રિમિનલ લોઝ-ક્રિમિનલ કોર્ટ હેન્ડબુક' નું વિમોચન આજરોજ સાયલા કોર્ટ ખાતે મહે. સિવિલ જજ ચૌહાણ સાહેબ, જીલ્લા મુખ્ય સરકારી વકીલ એમ.પી.સભાણી ,સિનિયર એડવોકેટ એમ.આર જાની , જી.કે ગાબુ તથા એ.એસ.સોલંકી નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને બુકનાં સંપાદક એડવોકેટ દિપકભાઈ પંડ્યા દ્રારા ઉપસ્થિત તમામને નવા કાયદાની સરળ અને ઝડપી સમજુતી મળી રહે તે માટે ન્યુ ક્રિમિનલ લોઝ બુક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી. આ ગૌરવાન્વિત પ્રસંગે સાયલા કોર્ટના એપીપી સાહેબ, સાયલા બાર એસોશીએશનનાં વકીલ મિત્રો તથા સાયલા પીએસઆઈ આર જે.ગોહિલ પણ ઉપસ્થિત રહેલ અને ન્યુ ક્રિમિનલ લોઝ બુકનાં સંપાદક એડવોકેટ દિપક પંડ્યાને કાયદા ક્ષેત્રે કરેલ વિશિષ્ટ કામગીરી બદલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ આર.એ.પુનાણીએ કર્યુ હતુ.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.