સરકાર શ્રી એક તરફ શાળા પ્રવેશોત્સવ જેવા અને કાર્યક્રમ યોજી બાળકોને શાળા તરફ વાળવાનો પ્રયાસ કરે છે ત્યારે બીજી તરફ શાળાની માળખાગત સુવિધામાં છીંડા થી વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા ડર લાગે છે.. હા આવી જ સ્કુલ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામની કે જ્યાં નવ અને 10 ધોરણ અભ્યાસ કરાવતી માધ્યમિક શાળાની થોડા વર્ષોમાં ખસતા હાલત થઈ ગઈ છે તો વાલીઓ પણ શાળાએ પણ રાજકોટ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે શાળા બંધ કરી તોડી પાડી નવી શાળા બનાવવાની માંગ કરી રહ્યા છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બરાનીયા માધ્યમિક સ્કૂલની ખસતા હાલત, વહેલી સવારે સ્કૂલના એક રૂમમાં બે ફૂટ જેટલા તળ બેસી જવાનો વિડિયો વાયરલ થયો હતો, જે અંગે ખરાઈ કરતા વીડિયો સાચો છે તેવી હકીકત જોવા મળી હતી, 2015માં બનેલ આ અલગ અલગ ધોરણના હાઈસ્કૂલ મા કુલ પાંચ રુમ આવેલા છે. આ શાળામાં માત્ર 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, આ હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય માટે ઉપયોગમાં લેવાતા પાંચ રૂમો પૈકી માત્ર બે રૂમોમાં જ અભ્યાસ થાય છે, જાણવા મળતી વિગત મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી ત્રણ રૂમો ની ખસ્તા હાલત છે, બાકીના ઉપયોગમાં લેવાતા બે રૂમો પણ આવતા દિવસોમાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આવી હાઈસ્કૂલ માં શિક્ષણકાર્ય કેટલું યોગ્ય.?? તે મોટો સવાલ છે જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકો ને આ સ્કૂલમાં આવતા ડર લાગે છે શાળાનું આખું બિલ્ડીંગ જર્જરીત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે પહેલા સ્કૂલના બાંધકામમાં પાયાની માટી ઘસવાનું શરૂ થાય છે ત્યારબાદ ફૂટ કે બે ફૂટ ના ગામડા બિલ્ડીંગમાં ચો તરફ જોવા મળી રહ્યા છે સરકાર શ્રી માં અનેક વાર રજૂઆત છતાં આ શાળામાં મજબૂત બાંધકામ થઈ શક્યું નથી. બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે પાંચ સાત વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા શાળા ખંડેર જેવી બની જાય તો તેના માટે બાંધકામ કરનાર એજન્સી કે બાંધકામ કરાવનાર વિભાગ પણ જવાબદાર હોઈ શકે ગામ સરપંચ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ હોય તો આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવી દેવી જોઈએ... લાખ રૂપિયા નો ખર્ચ છતાં જો શાળા બંધ કરવી પડતી હોય તો શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે મોટો સવાલ છે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ કહી રહ્યા છે કે આ શાળાને તાળા લાગે જેથી અહીંયા રાજકોટ જેવો કાંડ ન સર્જાય તે માટે અને શાળાને પાડી નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ કરી વાલીઓની સ્થિતિ સરકારી શાળામાં જ બાળકોને ભણાવી શકાય તેવી છે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરાવવા તેઓ સક્ષમ ન હોવાથી આ જર્જરીત શાળા બંધ કરી તોડી પાડી નવી શાળા બનાવવાની માંગ કરી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.