ચોમાસાની ઋતુમાં બરવાળા તાલુકાના નાગરિકો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે માર્ગદર્શિકા જાહેર
નદી–નાળા, તળાવ, નહેર, કોઝ-વે, રોડ, ચેકડેમ તરફ અવર-જવર નહીં કરવા તેમજ ઇલેક્ટ્રીક થાંભલા તથા હાઇટેન્શન વાયરની નજીક અવર-જવર નહીં કરવા સૂચના
આગામી ૫ દિવસ તા.૨૬/૦૬/૨૦૨૪થી તા.૩૦/૦૬/૨૦૨૪ હળવાથી મધ્યમ વરસાદની પડવાની શક્યતા છે. જેથી ચોમાસા દરમિયાન ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ સલામતીના હેતુસર બરવાળા તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આ સમયગાળા દરમિયાન નદી – નાળા, તળાવ, નહેર, કોઝ-વે, રોડ, ચેકડેમ તરફ અવર-જવર નહીં કરવા તેમજ ઇલેક્ટ્રીક થાંભલા તથા હાઇટેન્શન વાયરની નજીક અવર-જવર નહીં કરવા ફરમાવવામાં આવે છે કુતૂહલવશ તળાવો, નહેરો પર બિનજરૂરી અવર-જવર વરસાદના સમય દરમિયાન કરવી નહીં. લીંક રોડ, MDRના ડિપની ચેતવણી ગેજ વગેરેને ધ્યાને લઇ સાવચેતી રાખવી તથા બિનજરૂરી અવર –જવરનો પ્રવાસ ન કરવો. આકસ્મિક સંજોગોમાં હેલ્પલાઇન નંબર ૦૨૭૧૧-૨૩૭૩૨૪ ઉપર સંપર્ક કરવા મામલતદાર, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.