ચાલુ સાપ્તાહીક માં વડી કચેરી પીજીવીસીએલ રાજકોટ ના માર્ગ દર્શન તથા સીધી સૂચના થી વીજ ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વિભાગીય કચેરી હેઠળ ના વેરાવળ સુત્રાપાડા તથા તાલાલા તાલુકા ની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ9
ચાલુ સાપ્તાહીક માં વડી કચેરી પીજીવીસીએલ રાજકોટ ના માર્ગ દર્શન તથા સીધી સૂચના થી વીજ ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વિભાગીય કચેરી હેઠળ ના વેરાવળ સુત્રાપાડા તથા તાલાલા તાલુકા ની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૫ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૮૯૫ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૧૯૦ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.૫૫ લાખ ની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એસ એચ રાઠોડ –અધીક્ષક ઈજનેરશ્રી વર્તુળ કચેરી જુનાગઢ
પી એન ગોરાણીયા કાર્યપાલક ઈજનેર વિભાગીય કચેરી વેરાવળ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.