મોટા ખુંટવડા ખાતે આવેલ વિ.ડી.ચિતલીયા હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં હોય જે દાતાશ્રીઓ તરફથી નવી હાઈસ્કૂલ નું બાંધકામ કરવામાં આવે તે બાબતે મીટીંગ યોજાઈ. - At This Time

મોટા ખુંટવડા ખાતે આવેલ વિ.ડી.ચિતલીયા હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં હોય જે દાતાશ્રીઓ તરફથી નવી હાઈસ્કૂલ નું બાંધકામ કરવામાં આવે તે બાબતે મીટીંગ યોજાઈ.


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે આવેલ ગ્રામ પંચાયત સંચાલિત વિ.ડી.ચિતલીયા હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં હોય અને જે હાઈસ્કૂલમાં વિધાર્થીઓની જીંદગી જોખમમાં ન મૂકાય અને મોરબી પુલ જેવી દુર્ઘટના તેમજ હમણાં જ તાજેતરમાં રાજકોટ અગ્નિ કાંડ જેવી દુર્ઘટના ન બને તે પહેલાં શ્રી વિ.ડી. ચિતલીયા હાઈસ્કૂલ ને તોડી પાડવામાં આવે તે બાબતે શ્રી ઉત્કર્ષ સેવા સમિતિ મોટા ખુંટવડા તેમજ ગામના દરેક સામાજિક કાર્યકર અને આગેવાનો દ્વારા અગાઉ બંધાવેલ શ્રી વિ.ડી.હાઈસ્કૂલના દાતાશ્રીઓને અને શિક્ષણ વિભાગ ને છેલ્લા એક દોઢ વર્ષથી લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરવામાં આવેલ હતી તે રજૂઆત ને ધ્યાને લઇ આજ રોજ મુંબઈથી આવેલ દાતાશ્રીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં મીટીંગ યોજાઈ હતી આ મિટિંગમાં તલાટી કમ મંત્રી સાહેબ, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો , ગામના આગેવાનો તેમજ ગ્રામજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચર્ચા વિચારણાના અંતે દાતાશ્રીઓ દ્વારા હાઈસ્કૂલ ને નવી બનાવી આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો તેથી શ્રી ઉત્કર્ષ સેવા સમિતિ તેમજ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.