મેંદરડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે સાંબેલાધાર વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાય - At This Time

મેંદરડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે સાંબેલાધાર વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાય


મેંદરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડું સાથે અનરાધાર ધોધમાર વરસાદ ખાબક્યો
કાળઝાળ ગરમી વચ્ચે પવનના સુસ્વાટા વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમી થી રાહત ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ

મેંદરડા બાયપાસ રોડ અને મેંદરડા દાત્રાણા ખડીયા રોડ પર વૃક્ષો ધરાસાઈ થતાં રોડ બ્લોક થયેલા હતા
મેંદરડા શહેરના તમામ રોડ રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા વાહનચાલકો સહિતનાઓને મુશ્કેલી સર્જાઈ હતી
મેંદરડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજના સમયે મીની વાવાઝોડું સાથે ધોધમાર વરસાદ ૭૫ મી.મી આશરે ત્રણ ઈંચ જેટલો વાવણી લાયક વરસાદ ખાબક્યો હતો વરસાદ થવાથી ખેતરો શેલાઓ અને રસ્તાઓ પર પાણી વહેતાં થઈ ગયા હતા
મેંદરડા ના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં ખેતરો નાના-મોટા નદી નાળા સહિતમાં નવા નિર ની આવક થતા પાણી ભરાયા હતા લોકો માં ખૂબ મોટાં પ્રમાણમાં આનંદમાં આનંદ છવાયેલ જોવાં મળ્યો હતો

રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.