મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે મધુવંતી નદીમાં ઘસમસતા નદીના પૂરમાં એક ખેડૂત તણાયો પાણીમાં ગરકાવ સ્થળ પર એન ડી આર એફ ની ટીમ અને ફાયર વિભાગ સહીત તંત્ર એ શોધખોળ આદરી - At This Time

મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે મધુવંતી નદીમાં ઘસમસતા નદીના પૂરમાં એક ખેડૂત તણાયો પાણીમાં ગરકાવ સ્થળ પર એન ડી આર એફ ની ટીમ અને ફાયર વિભાગ સહીત તંત્ર એ શોધખોળ આદરી


મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે મધવંતી નદીમાં અચાનક પુર આવતા એક ખેડૂત તણાયો
આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે આજે સાંજે વાવાઝોડા સાથે વરસાદ થતાં મેંદરડા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો જેના લીધે મેંદરડા મીઠાપુર મધુવંતી નદીમાં પૂર આવેલ હતા ત્યારે મીઠાપુરના રહીશ ખેડુત હીરાભાઈ કુંભાણી ઉંમર વર્ષ 55 જે તેમની વાડીએથી મીઠાપુર તેમના ઘર તરફ આવી રહ્યા હતા જે દરમિયાન મીઠાપુર ગામમાં આવેલ મધુમતી નદી પર પહોંચતા મધુવંતી નદીમાં અચાનક પૂર આવી જતા મીઠાપુરના ખેડૂત પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા હતા જેમની શોધખોણ કરવામાં આવી રહી છે,ત્યારે આ બાબત ની જાણ જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મામલતદાર મેંદરડા,પી.એસ.આઇ એસ એન સોનારા ગ્રામજનો સહિતના ઓ સ્થળ પર પહોંચી પૂરના પ્રવાહમાં ગરકાવ હીરાભાઈ ની શોધખોળ કરવામાં આવી રહી છે
વધુમાં જિલ્લા પંચાયત પ્રમુખ ના પી.એ મહેશભાઇ અપારનાથી એ જણાવ્યું છે કે હજુ સુધી ખેડૂત મળ્યા નથી ત્યારે એન. ડી.આર એફ ની ટીમ અથવા કેશોદ ફાયર બ્રિગેડની ટીમ બોલવામાં આવી રહી છે જે વધુ શોધખોળ કરવામાં મદદ મળી રહે તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.