108 ની ટીમે ઓટોરિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો - At This Time

108 ની ટીમે ઓટોરિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો


રીપોર્ટ ઝાકિર હુસેન મેમન હિંમતનગર

*108 ની ટીમે ઓટોરિક્ષામાં મહિલાની પ્રસુતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો*

સાબરકાંઠા હિંમતનગર ખાતે આવેલ ઈ. એમ. આર. આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી હિંમતનગર ૧૦૮ એમ્બ્યુલન્સ ને તા :૨૨/૦૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૧૯:૨૬ એ એક કોલ મળેલ કે મોટી વાડોલ ગામ ની મહિલા ને પ્રસુતિ ની પીડા શરૂ થઈ છે. આ મહિલાને ઓટો રીક્ષા માં લઇ ને હોસ્પિટલ આવે છે ને રસ્તા માં વધારે દુખાવો છે. તેવો કોલ હિંમતનગર ૧૦૮ ને મળતા ફરજ પર નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર જવા નીકળી જાય છે, પરંતુ ઓટો રીક્ષા મોતીપુરા મળતા ફરજ પર ના ઇમર્જન્સી મેડિકલ ટેકનીશીયન રિઝવાન મન્સૂરી ને પ્રસુતિ થઇ જાય તેમ લાગતા તાત્કાલિક રીક્ષા માં પ્રસુતિ કરાવી માતા બાળક સ્વસ્થ હાલત માં સિવિલ હોસ્પિટલ માં વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેથી મહિલા ના પરિવાર જનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ નો આભાર માનવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.