પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત બરવાળા તાલુકાના ખમીદાણા ગામમાં બેઠક યોજાઈ - At This Time

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત બરવાળા તાલુકાના ખમીદાણા ગામમાં બેઠક યોજાઈ


પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને જંતુનાશક અને રાસાયણિક ખેતીને છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે રાજ્યભરમાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે આપણાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે અંતર્ગત તાલીમ શિબિરો યોજવામાં આવી રહી છે જેના ભાગ રૂપે બોટાદ જિલ્લામાં પણ બરવાળા તાલુકાના ખમીદાણા ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરવા માટે બેઠક યોજવામાં આવી હતી આ તકે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરથી ખેતરને થતાં નુકસાન અને પ્રાકૃતિક કૃષિથી થતા અનેકવિધ ફાયદાઓની અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લઈ પ્રાકૃતિક કૃષિ કરવા અંગે પ્રેરિત થયા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.