હિંમતનગર આરટીઓમાં ટ્રેક ટેસ્ટની પ્રેક્ટિસ કરવા જતાં કાર ઝાડથી ટકરાઈ - At This Time

હિંમતનગર આરટીઓમાં ટ્રેક ટેસ્ટની પ્રેક્ટિસ કરવા જતાં કાર ઝાડથી ટકરાઈ


અકસ્માત: હિંમતનગર આરટીઓમાં ટ્રેક ટેસ્ટની પ્રેક્ટિસ કરવા જતાં કાર ઝાડથી ટકરાઈ
• ગાડી પત્ની ચલાવતી હતી, પતિ બાજુમાં બેઠો હતો, દંપતી અમદાવાદથી આવ્યું હતું
• બ્રેક પેડલને બદલે એક્સિલરેટર દબાઈ જતાં ગાડી લીમડાથી ધડાકાભેર અથડાઇ
હિંમતનગર આરટીઓ કચેરી ખાતે ફોર વ્હીલરનો ટેસ્ટ આપવા આવેલ દંપતીની કાર ટેસ્ટ આપવા અગાઉ બહારના ભાગે પ્રેક્ટિસ કરવા જતાં કાર ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જો કે ટેસ્ટ આપવા આવેલ અને સામેના ભાગે બેઠેલા યુવકનો આબાદ બચાવ થયો હતો.
શુક્રવારે હિંમતનગર આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ટ્રેક પર ફોરવ્હીલર લાયસન્સ માટે ગાડી નં જીજે-27-ડીબી-2284 લઈને એક દંપતી આવ્યું હતું અને ટ્રેક પર ટેસ્ટ આપતાં અગાઉ પત્નીને ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરાવવા ટેસ્ટ ટ્રેકના બહારના ભાગે પત્નીને કાર ચલાવવા આપી પતિ તેની બાજુમાં બેઠા બાદ ચાલુ ગાડીની અચાનક સ્પીડ વધી ગઈ હતી.
બ્રેક પેડલને બદલે એક્સિલરેટર દબાઈ જતાં ગાડી બેકાબૂ બની સામેની જગ્યાએ લીમડાના ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી અને ગાડીને મોટું નુકસાન થયું હતું. સદભાગ્યે આ દરમ્યાન ગાડીનો ટેસ્ટ આપવા માટે આવેલા અન્ય એક યુવકનો લીમડાના ઝાડના કારણે આબાદ બચાવ થયો હતો.
જાણવા મળી રહ્યા મુજબ પ્રતિદિન આ જગ્યા પર ટ્રેક ટેસ્ટ આપવા અગાઉ શિખાઉ લોકોને ટેસ્ટની પ્રેક્ટિસ કરાવાય છે. ત્યારે આરટીઓ અધિકારી દ્વારા આ પ્રવૃત્તિ બંધ કરાવાય તે જરૂરી બની રહ્યું છે. આજે તો ઝાડના કારણે માત્ર વાહનને નુકસાન થયું છે બીજી વખત કોઈ મોટી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.