બેફામ ખનીજ માફીયા પર રોક લગાવવા આકસ્મિક રેડની કામગીરી - At This Time

બેફામ ખનીજ માફીયા પર રોક લગાવવા આકસ્મિક રેડની કામગીરી


સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, બરવાળાના માર્ગદર્શન હેઠળ અળવ ગામ પાસે ગેરકાયદેસર અને રોયલ્ટી વગર તથા નંબર પ્લેટ વગરનું ડમ્પર મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યું

બરવાળા સબ ડીવીઝનના રાણપુર તાલુકા ખાતે એસ.વી.ચૌધરી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી બરવાળા તથા તેમના માર્ગદર્શન હેઠળ તેમની ચકાસણી ટીમ દ્વારા બેફામ ચાલતાં ખનીજ માફીયા પર રોક લગાવવા, તા.૨૧/૦૬/૨૦૨૪ ના રોજ બપોરના ૧૨.૩૦ કલાકે બોટાદ-રાણપુર હાઇવે રોડ, મીલેટરી રોડ, અળવ ગામ પાસે આકસ્મિક રેડ દરમિયાન અંદાજીત ૩૦ ટન સાદી રેતીથી ભરેલા ગેરકાયદેસર અને રોયલ્ટી વગર તથા નંબર પ્લેટ વગરનું ડમ્પર મુદ્દામાલ સાથે ઝડપી પાડયું હતું આ કામગીરીથી ખનીજ માફિયામાં ભયનો માહોલ છે, તેમજ અનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતાં આવા ખનીજ માફીયા વિરુદ્ધ ખાસ ટ્રાયલ હાથ ઘરી ઘરખમ દંડ વસુલવાની તથા જરૂર જણાયે આવા ઇસમો સામે ફોજદારી કાર્યવાહી હેઠળ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.