ઝેરમુક્ત ખેત પેદાશ, ખેતરથી સીધી તમારા રસોડા સુધી
ઝેરમુક્ત ખેત પેદાશ, ખેતરથી સીધી તમારા રસોડા સુધી
********
સાબરકાંઠા જિલ્લાના નાગરીકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક માટેનો એક વિકલ્પ એટલે પ્રાકૃતિક માર્ટ
*******
જિલ્લાના નાગરિકોને આરોગ્યપ્રદ ખોરાક મળે તે માટે સાબરકાંઠા જિલ્લામાં ૮ પ્રાકૃતિક માર્ટ ખોલવામાં આવ્યા છે.
*******
પ્રતિદિન અંદાજિત માર્ટદિઠ ૧૦૦ થી વધુ જેટલા લોકો આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે.
******
છેલ્લા બે માસમાં અંદાજિત રૂ. ૪ લાખથી વધુની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.
******
સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારતા જીલ્લાની ૫૧૨ ગ્રામપંચાયતોને ૫૦ ક્લસ્ટરમાં વિભાજીત કરી અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૨૦૦૦ થી વધુ તાલીમો યોજાઇ છે.જેમાં જિલ્લાના કુલ ૧,૪૩,૭૬૭ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમો આપવામાં આવી છે જિલ્લાની ૫૧૨ ગ્રામ પંચાયતોમાં ૭૫ ખેડૂત મુજબ ૩૮૪૦૦ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૩૩૪૫૭ જેટલા ખેડૂતોએ વત્તા-ઓછા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે.જેનો કુલ વિસ્તાર ૨૧૫૬૫ એકર જેટલો થાય છે.
માનવ શરીરને યોગ્ય આહાર મળે એ ખૂબ જ જરૂરી છે. આજે ભેળસેળીયા અને કેમિકલયુક્ત ખાદ્યપદાર્થોના વધુ પડતા સેવનને લીધે અનેકવિધ બિમારીઓ પ્રચલનમાં આવી છે. ભારતનાં નાગરીકને આરોગ્યપ્રદ ખોરાક મળે તે હેતુથી સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે આવી જ એક સકારાત્મક પહેલના ભાગરૂપે જિલ્લામાં ૮ પ્રાકૃતિક માર્ટ ખોલવામાં આવ્યા છે.
આ પ્રાકૃતિક માર્ટમાં પ્રાકૃતિક કૃષિથી તેયાર થયેલ બાજરો, રાગી, મોરૈયો સહિતના મિલેટ્સ, બધા જ કઠોળ, મરી-મસાલા, મરચુ, ધાણાજીરુ, હળદર, ગોળ, મીઠુ, તેલ, ધી, લીલી શાકભાજી અને સિઝનલ ફ્રુટ્સ સહિતની તમામ ખેતપેદાશોનું વાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે. પ્રતિદિન અંદાજિત માર્ટદિઠ ૧૦૦ થી વધુ જેટલા લોકો આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓની ખરીદી કરે છે. ૧ મે- ૨૦૨૩ થી શરૂ થયેલ આ પ્રાકૃતિક માર્ટમાં આજદિન સુધી અંદાજીત રૂ. ૨૫ લાખની રકમની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.
આ પ્રાકૃતિક માર્ટના ડબલ ફાયદા વિશે જણાવતા તેના સંચાલક ખેડુત શ્રી હસમુખભાઈ પટેલ જણાવે છે કે, સમગ્ર જિલ્લાવાસીઓને સરળતાથી પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવાનો વિકલ્પ મળ્યો છે. આ ખેત પેદાશોના નિયમિત ઉપભોગથી નાગરિકોનું સ્વાસ્થ્ય સુદ્રઢ થશે. તો બીજી તરફ ખેડૂતોને પણ પોતાના પરિશ્રમથી તૈયાર કરેલ ખેતપેદાશોના વેચાણ માટે ઉત્તમ બજાર મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.