સાબરકાંઠા જિલ્લામાં ૮૯૨ પોલિયો બુથો ઉપર ૩૫૪૮ આરોગ્ય કાર્યકરો દ્રારા ૧,૭૯,૮૬૦ બાળકોને પોલીયો વિરોધી રસીથી રક્ષિત
સાબરકાંઠા જિલ્લામાં ૮૯૨ પોલિયો બુથો ઉપર ૩૫૪૮ આરોગ્ય કાર્યકરો દ્રારા ૧,૭૯,૮૬૦ બાળકોને પોલીયો વિરોધી રસીથી રક્ષિત
***********
સાબરકાંઠા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેના અધ્યક્ષ્યસ્થાને ટાસ્કફોર્સની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સના અલગ અલગ વિભાગોના અધિકારીશ્રીઓને તેઓના વિભાગને સુપ્રત કરવામાં આવેલ કામગીરી બીજા વિભાગોના સંકલનથી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજ સુતરીયા પોલીયો રસીકરણ અભિયાન અંગે જણાવ્યું હતું કે, તા. ૨૩/૦૬/૨૦૨૪ ના આઇ.પી.પી.આઇ.પ્રોગ્રામમાં કુલ ૮ તાલુકા હેલ્થ કચેરીઓ વિસ્તારના, ૪૯ પ્રા.આ.કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો વિસ્તારમાં કુલ ૮૯૨ પોલિયો રસીકરણ બુથ તેમજ ૪૨ ટ્રાન્ઝીટ પોઇન્ટ તેમજ ૧૩ મોબાઇલ ટીમો મારફતે જિલ્લાના તમામ ૦ થી ૫ વર્ષ સુધીના ૧,૭૯,૮૬૦ બાળકોને પોલિયો વિરોધી રસીથી રક્ષિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત તા.૨૩થી ૨૫ જૂન ૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં બાળલકવા નાબુદી અભિયાન અંતર્ગત નવજાત શિશુથી ૫ વર્ષ સુધીના બાળકોને બાળલકવા વિરોધી રસી આપવા માટે આયોજન કરવામાં છે.
સમગ્ર કાર્યક્રમમાં કુલ ૮૯૨ પોલિયો બુથો ઉપર ૩૫૪૮ આરોગ્ય કાર્યકરો તેમજ સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બુથો ઉપર તેમજ ઘરે ઘર ફરીને ૧૭૮૮ ટીમો દ્વારા પોલિયો રસીકરણ કામગીરી કરવા તાલીમ આપવામાં આવેલ છે. સમગ્ર જિલ્લામાં જિલ્લાના લાયઝન અધિકારીશ્રીઓ તેમજ ૧૮૫ સુપરવાઇઝરો દ્વારા પોલીયો રસીકરણ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લાનું ૦ થી ૫ વર્ષ સુધીની ઉંમરનું એકપણ બાળક પોલીયો રસીથી વંચિત ના રહે તે માટે સૌ સાથે મળી કામ કરવા જિલ્લા સમાહર્તાએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં આરોગ્ય અધિકારી શ્રી ડો. ચારણ, બાળ રોગ નિષ્ણાત ડો. ગોપલાણી, જિલ્લા પંચાયત સદસ્યા શ્રી, તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ અને ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.