કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુ તથા આદરણીયશ્રી ભયલુબાપુ નુ અભિવાદન… સન્માન
કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુ તથા આદરણીયશ્રી ભયલુબાપુ નુ અભિવાદન... સન્માન
લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવાં પૂજ્યશ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદની દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આથીજ સમગ્ર ભારત ભરના તમામ પરમ આદરણીય સંતો -મહંતશ્રીઓ અને સાધુ સમાજનો વર્તમાન મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી તથા વિહળધામ પાળિયાદના પ્રેરક,સંચાલક આદરણીયશ્રી ભયલુબાપુ માટે વિશેષ આદરભાવ અને સ્નેહ રહ્યોં છે.
ઋષિઓ અને મહર્ષિઓની ભવ્ય ભારતની આ સનાતન પરંપરાના શ્રેષ્ઠ વહન, સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ બનતાં શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ -ભારતના અધ્યક્ષ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષ સ્થાને રાજકોટ ત્રંબા મુકામે "સનાતન ધર્મ સંત સંગોષ્ઠી"નું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે પાળિયાદના શ્રી વિસામણબાપુની જગ્યાનાં મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુને વિશેષ પદ આપતાં સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્યશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવતાં પૂજ્ય બા માટે સવિશેષ આદરભાવ અને ગૌરવ અનુભવતાં કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા સુંદર મોમેન્ટો,શાલ, પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા વિહળધામ પાળિયાદમાં સનાતન ધર્મની જ્યોત સતત ઝળહળતી રાખવા બદલ પરમ આદરણીય શ્રી ભયલુબાપુનુ અયોધ્યા રામમંદિરની વિશેષ મોમેન્ટ પ્રતિકૃતિ તથા શાલ, પુષ્પમાળાથી ભવ્ય સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.