ભાભર સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ કાર્યક્રમનો દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો.
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જીલ્લા પંચાયત બનાસકાંઠા મહીલા કલા નિધી ટ્રસ્ટ અને એફ એમ રેડિયો પાલનપુરના સંયુક્ત ઉપક્રમે દાતાશ્રી પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેટ એકજ સમય એકસાથે 100 દીવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ ભાભર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે જીલ્લા ક્ષય અધિકારી નયન મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો, આ કાર્યક્રમનો ધેય્ય બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવો અને બાળકને ઠંડુ પડતું અટકાવવું, બાળકમાં ચેપનુ પ્રમાણ ઘટાડવું અને ઓછા વજન વાળા બાળકોને તત્કાલીન કવર કરવા તેવા હેતુથી મિશન વસ્ત્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય અધિકારી ડો. નયન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો અને ભાભર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક, મેડીકલ ઓફીસર, ભાભર તાલુકાના આરોગ્ય વિભાગના તેમજ તમામ પીએચસીના મેડીકલ ઓફીસરો અને આરોગ કર્મચારીઓ હાજર રહ્યા અને ભાભર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડીલેવરી થયેલ માતાઓના નવજાત શિશુઓને માં આંબાજીની ચુંદડી, પ્રસાદ અને બેબી કીટ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન માનવતા ગ્રુપ ભાભર દ્વારા કરવામાં આવ્યુ હતું માનવતા ગ્રુપ ભાભર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ભાભર ખાતે બે વર્ષથી મિશન વસ્ત્રમ ચલાવી રહ્યુ છે.
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.