ભાભર તાલુકાના સનેસડા ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ ઉચાપત કરતાં ફરીયાદ.
સરહદી વિસ્તારમાં દુધ ઉત્પાદક મંડળીઓમાં ગોટાળા થતા હોવાના કીસ્સાઓ અવારનવાર બહાર આવતા હોય છે જેમાં તાજેતરમાં ભાભર તાલુકાના સનેસડા ગામે આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ તેઓની સતાનો દુર ઉપયોગ કરીને મંડળીના રુપિયા 11.49 લાખની ઉચાપત કરતાં મંડળીના ચેરમેને ભાભર પોલીસ મથકે મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાભર તાલુકાના સનેસડા ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી તરીકે મહેશકુમાર ઈશ્વરજી વાઘેલા ફરજ બજાવે છે ફરજ દરમિયાન તારીખ 1 એપ્રિલ 2021 થી તારીખ 26 માર્ચ 2022 ના રોજ થયેલ ઓડીટ સમયમાં મંડળીના મંત્રી મહેશકુમાર ઈશ્વરજી વાઘેલા દ્વારા રુપિયા 11,49,003.36 ની નાણાકીય ઉચાપત કરી હોવાનુ બહાર આવ્યુ હતું. આ અંગે મંડળીના ચેરમેન બળવંતજી જેતાજી વાઘેલાએ તેની સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આમ ભાભર વિસ્તારમાં લાખોની ઉચાપતનુ કૌભાંડ બહાર આવતાં પશુપાલકો, દુધ ગ્રાહકોમાં ચકચાર મચી જવા પામી હતી.
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.