હિંમતનગર મેડીકલ કોલેજ ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો - At This Time

હિંમતનગર મેડીકલ કોલેજ ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો


હિંમતનગર મેડીકલ કોલેજ ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો
*****

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન સીવિલ હોસ્પિટલના બ્લડ બેંક દ્રારા વિશ્વ રક્તદાન દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં મેડિકલ સ્ટાફ દ્રારા રક્ત દાન કરી ૧૪ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું.
૧૪ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ. દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (blood transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો છે. દર વર્ષે ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી માટે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેથી રક્તદાનનુ મહત્ત્ત વધે અને લોકો રક્તદાન માટે પ્રેરીત થાય. રક્તનો કોઇ વિકલ્પ નથી. એક વ્યક્તિનુ રક્ત દાન અનેક લોકોને જીવન પ્રદાન કરે છે.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેંક વિભાગના ડો. સંજય ચૌહાણ સહિત મેડિકલ સ્ટાફ દ્રારા રક્તદાન કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.