તલોદ ખાતે ત્રિ-દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ - At This Time

તલોદ ખાતે ત્રિ-દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ


સાબરકાંઠા જિલ્લામાં આત્મા યોજના અન્વયે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ અંગે ત્રિ દિવસીય તાલીમ તલોદ ખાતે યોજાઇ હતી. રાજ્ય અંદરની ત્રી-દિવસીય તાલીમ પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્ર,સારંગપુર ખાતે શરૂ કરવામાં આવી હતી. સાબરકાંઠાના તમામ તાલુકાની રાજ્ય અંદરની ત્રી-દિવસીય તાલીમમાં તલોદ તાલુકાની પ્રથમ બેચે તા.૧૦ થી ૧૨ જુન-૨૦૨૪ દરમિયાન ત્રિ-દિવસીય તાલીમ મેળવી હતી.જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ આયામોની પ્રેક્ટિકલ સાથેની માહિતી પુરી પાડવામાં આવેલ હતી.તાલીમના છેલ્લા દિવસે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રશ્નોત્તરી,તાલીમ મુલ્યાંકન અને ખેડૂતોના અભિપ્રાયો સાથે તાલીમ પુર્ણ કરવામાં આવી હતી. આ સાથે હાજર રહેલ તમામ ખેડૂત મિત્રોએ સાધુ બ્રહ્મચિંતનદાસ સ્વામીજીને ચાલુ ખરીફ ઋતુમાં પોતાના ખેતરના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવાની બાંહેધરી આપી હતી.
**********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.