ઇડર અને પ્રાંતિજ ખાતે “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત તાલીમ યોજાઇ
*ઇડર અને પ્રાંતિજ ખાતે “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત તાલીમ યોજાઇ*
********
સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંતર્ગત પ્રાંતિજ તેમજ ઇડર ખાતે તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ તાલીમમાં બાગાયત અધીકારીશ્રી એમ.ડી.આચાર્ય અને આત્મા પ્રોજેક્ટના નરેન્દ્ર ભાઇ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી અત્યારના આ આધુનિક યુગમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત વિષે ખુબ જ જીણવટ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. તાલીમમાં મદદનિશ બાગાયત નિયામકશ્રી જે.એમ.પટેલ તથા બાગાયત અધિકારીશ્રી વાય.એમ.દેસાઇ દ્વારા બાગાયતની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયતી ખેતી વિષે માર્ગદર્શન આપાવામાં આવ્યું હતુ. બાગાયત અધિકારી સુરેન્દ્ર સિહ. કે. પરમાર દ્વારા ફળપાકના વાવેતર માટે બાગાયત ખાતામાં ચાલુ કરવામાં આવેલ “ગ્રો મોર ફ્રુટ ક્રોપ ” કેમ્પેનની માહિતી આપી હતી. તાલીમાં ખેડુત મિત્રોને પ્રાક્રુતિક મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. તાલીમમાં ૧૦૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
**********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.