સાબરકાંઠા  જિલ્‍લામાં હથિયાર બંધી - At This Time

સાબરકાંઠા  જિલ્‍લામાં હથિયાર બંધી


જિલ્લામાં જુદા જુદા ખાનગી ઇનપુટો ધ્યાને લેતા જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા અઘટીત બનાવ ન બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા છે.  

જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય રહે તે માટે સાબરકાંઠા  જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી કે.એ વાઘેલા તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામાં દ્વારા સાબરકાંઠા  જિલ્‍લામાં ૧૩/૬/૨૦૨૪ સુધીના સમયગાળામાં  નગરપાલિકા વિસ્‍તારમાં સબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીની અગાઉથી મંજુરી મેળવ્‍યા સિવાય શસ્‍ત્રો, દંડ, તલવાર, ભાલા, ધોકા, બંદુક, ચપ્‍પુ, લાકડી, લાઠી, કુલ્લીવાળી લાકડી તથા શારિરીક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધનો ધારણ કરવાની કે સાથે લઈ જવાની મનાઇ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં પથ્થરો અથવા ફેંકી શકાય તેવી કોઈપણ પ્રકારની વસ્‍તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો ધારણ કરવાની – એકઠાં કરવાની કે સાથે લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા તૈયાર કરવાની દેખાડવાની, સળગાવવાની કે સાથે લઈ જવાની, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા વિસ્‍ફોટક પદાર્થો ધારણ કરવાની કે સાથે લઈ જવાની, જેનાથી સુરૂચિનો ભંગ થાય અથવા નિતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની તેવી ચેષ્‍ટા કરવાની, તેવા ચિત્રો – પત્રિકા – પ્‍લે કાર્ડ અથવા વસ્‍તુ તૈયાર કરવાની અથવા ફેલાવો કરવાની કે સાથે લઈ જવાની, બૂમો પાડવાની – અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવા તેમજ અશ્લીલ ગીતો ગાવા અથવા ટોળામાં ફરવાની તથા કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉપરી અધિકારીશ્રીઓએ આવું કોઈપણ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય અથવા કોઈપણ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય તેવી વ્યક્તિ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી, મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીએ અથવા તેઓએ કે જેને શારિરીક અશક્તિના કારણે લાકડી / લાઠી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોય,ખેતી કામે ઓજારો લઈ જતા ખેડૂતો, તેવી વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

    જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે કે તેમ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.