ભાભરમાં આવેલ જર્જરિત મકાન કોઇ હોનારત સર્જે તે પહેલાં પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ.
ગુજરાતમાં હવે ચોમાસુ ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ભાભરમા અનેક જર્જરિત, મકાનો ખંડેર હાલતમાં ઉભા છે આવા મકાનો ચોમાસા દરમ્યાન કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લે તે પહેલા પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે ભાભર જુના વિસ્તારમાં જૂની SBI ની બાજુમા વર્ષો જૂનું ખખડધજ , જર્જરિત અને ખંડેર હાલતમાં મકાન આવેલ છે આવા જુના તેમજ બંધ પડેલા દેખરેખ વગરના મકાનોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે આ મકાનની બાજુમાં જૂની SBI બેંક તેમજ યુજીવીસીએલ ની 2 વીજ ડી.પી.ઓ આવેલ છે તો ચોમાસા દરમ્યાન જો આ મકાન ધડાકા સાથે પડે તો મોટી જાનહાની સર્જાવાની પુરેપુરી સંભાવના સેવાઈ રહી છે. જયારે હમણાં થોડાક સમય પહેલા જ ભાભર હાઇવે પર ભરચક વિસ્તારમાં એક ખખડ ધજ શોપીંગનો સ્લેબ તૂટતાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીસો દ્વારા માત્ર દેખાવ સારુ શહેરના અમુક જર્જરિત મકાન તેમજ શોપીંગના માલિકોને નોટિસો ફટકારી હતી. શહેરના એક યુવા નાગરિકે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે અમોએ નગરપાલિકા ને આ મકાન વિશે રજૂઆત કરેલ છે પરંતુ હજી સુધી પાલીકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.તો સુ આ મકાન તત્ર ને નજરમાં નહિ આવતું હોય કે પછી કોઈ મોટી જાનહાની થવાની રાહ જોઈ રહ્યું છે તે સમજાતું નથી.?
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.