અક્ષય કુમારના નામે દિગંગના સૂર્યવંશીએ ફ્રોડ કર્યું:એક્ટ્રેસ સામે 6 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ, ઝીનત અમાનની સિરીઝ ‘શોસ્ટોપર’ માટે અભિનેતાના નામે પૈસા પડાવ્યા હતા
શોસ્ટોપર સિરીઝ સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પૈસાના અભાવે ઝીનત અમાનની ઓટીટી ડેબ્યુ સિરીઝ શોસ્ટોપર બંધ કરી દેવામાં આવી છે, જ્યારે હવે સિરીઝના નિર્માતાઓએ અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ કરોડોની છેતરપિંડીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી પર અક્ષય કુમારના નામે 6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. MH ફિલ્મ્સે અંબોલી પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અભિનેત્રીએ નિર્માતાઓને ખાતરી આપી હતી કે તે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે સારી રીતે પરિચિત છે. તેણીએ નિર્માતાઓને કહ્યું હતું કે તેણી તેને શોસ્ટોપર સિરીઝ માટે પ્રેઝન્ટર તરીકે લાવશે. આ વચન સાથે, તેણે અક્ષયને ફિલ્મનો પ્રેઝન્ટર બનાવવા માટે નિર્માતાઓ પાસેથી 6 કરોડ રૂપિયા લીધા હતા અને હવે તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે. નિર્માતાઓએ તેમની વિરુદ્ધ IPCની કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે. દિગંગનાએ નિર્માતાઓને ધમકી આપી
MH ફિલ્મ્સ પ્રોડક્શનના ડિરેક્ટર મનીષ હરિશંકરના વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું કે, દિગંગનાએ નિર્માતાઓ પાસેથી મોટી રકમ વસૂલવાની કોશિશ કરી અને જ્યારે તેને ચૂકવણી ન કરવામાં આવી, તો તેણે નિર્માતાઓને ધમકી આપી કે જો તેની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો નિર્માતાઓએ ગંભીર પરિણામો ભોગવવા પડશે. એક્ટ્રેસના ડિઝાઈનર અને એક્ટર રાકેશ બેદી વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે
અભિનેત્રી દિગંગના સૂર્યવંશી ઉપરાંત, નિર્માતાઓએ તેના ફેશન ડિઝાઇનર કૃષ્ણા પરમાર અને અભિનેતા રાકેશ બેદી સામે પણ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આરોપો છે કે બંનેએ મીડિયાને શો સાથે સંબંધિત ખોટા નિવેદનો આપ્યા છે, જેનાથી તેમની સિરીઝની છબી ખરાબ થઈ છે. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે સિરીઝ શોસ્ટોપર ફંડના અભાવે બંધ થઈ ગઈ છે. એવા પણ અહેવાલ હતા કે જે લોકોએ ફિલ્મમાં રોકાણ કર્યું હતું તેમને તેમના પૈસા પાછા નથી મળી રહ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોને પણ તેમની ફી ચૂકવવામાં આવી રહી નથી. જોકે, મેકર્સે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે કહ્યું છે કે તમામ કલાકારોને 90 ટકા ફી ચૂકવવામાં આવી છે. મેકર્સ પર પણ સવાલો ઉઠી રહ્યા છે
તાજેતરમાં, સિરીઝની નજીકના એક સૂત્રએ ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફાઇનાન્સર્સને પૈસા પાછા ન આપવા માટે નિર્માતાઓ કલાકારો પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિરીઝ છેલ્લા 2 વર્ષથી અટકી છે. ફાઇનાન્સર્સ તેમના પૈસા પાછા માંગી રહ્યા છે, પરંતુ મનીષ હરિશંકર આ સિરીઝ કોઈને વેચી શક્યા નથી. પોતાને બચાવવા માટે મનીષે કલાકારો પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણો છે. પીઢ અભિનેત્રી ઝીનત અમાન આ સીરિઝથી OTT ડેબ્યૂ કરવા જઈ રહી છે. સિરીઝમાં ઝીનત અમાન, દિગંગના સૂર્યવંશી, શ્વેતા તિવારી, આકાંક્ષા પુરી, ઝરીના વહાબ, કિરણ કુમાર, રાકેશ બેદી જેવા ઘણા કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દિગંગના સૂર્યવંશી બિગ બોસનો ભાગ રહી ચૂકી છે
ટીવી શો એક વીર કી અરદાસ વીરાથી ખ્યાતિ મેળવનાર અભિનેત્રી દિગંગના સૂર્યવંશી ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તે 'શકુંતલા', 'કૃષ્ણ અર્જુન' જેવા શોમાં પણ જોવા મળી છે. દિગંગનાએ રિયાલિટી શો 'બિગ બોસ 9'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. શોમાં તેણે દાવો કર્યો હતો કે તેના માતા-પિતા દર વર્ષે તેના જન્મદિવસ પર તેને દૂધથી નવડાવે છે. ટીવી શો સિવાય દિગંગના 'ફ્રાઈડે', 'જલેબી', 'હિપ્પી', 'સિટીમાર' જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.