ગુજરાત રાજ્ય પર તારીખ ૭ થી ૧૪ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા - At This Time

ગુજરાત રાજ્ય પર તારીખ ૭ થી ૧૪ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ૭-૧૪ જૂન ૨૦૨૪
હવે નોર્મલ મહત્તમ તાપમાન ૪૦°C to ૪૧°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ ૩૯°C થી ૪૨°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન ૧°C થી ૨°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.

આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ ૧૫ થી ૨૦ કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો ૨૫ કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ ૧૧ થી ૧૪ દરમિયાન પવન ની સ્પીડ ૧૫-૨૫ કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન ૩૦-૪૦ કિમિ/કલાક ની ઝડપ.

છેલ્લા ૫-૬ દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.