ભાભર ખાતે ભવ્ય સ્વાગત અને શોભાયાત્રા નીકળી…આર્મી ની ૭ મહિનાની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા યુવાન નું સન્માન કરાયું.
આપણા દેશની આન બાન અને શાન કહેવાતા આર્મી મેન જવાનો ના કારણે આપણી સરહદો સુરક્ષિત છે. તેવા વીર જવાનો વતન આવે ત્યારે તેનું સન્માન અને સ્વાગત કરવું જરૂરી છે. ભાભર ની અયોધ્યા સોસાયટીમાં રહેતા જયદીપ અરજણભાઇ નાઈ એ આર્મી ની સાત મહિનાની ટ્રેનિંગ પુરી કરી પરત વતન ભાભર ખાતે આજે ગુરુવારના રોજ સવારે પરત ફરતા ભાભર દરબાર સમાજ ના યુવાનો અને લિંબાચ યુવા સંગઠન શિક્ષણ સમિતિ તેમજ નાયી સમાજ ના યુવાનો દ્વારા આર્મી જવાન જયદીપ નાયી નું ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ભાભર ના શ્રી રામ સર્કલ, વાવ સર્કલ થી અયોધ્યા સોસાયટી સુધી ખુલ્લી ગાડીમાં બેસાડી ડી.જે.ના તાલે તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભાભર ના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.