બોટાદના તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદના તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


બોટાદના તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

( હર્ષદ ચૌહાણ)
05 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. અને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે. સિંઘ અને બોટાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જયદીપ કણઝરીયાના અધ્યક્ષસ્થાને તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જે અન્વયે વધતી જતી ગરમી અને ગ્લોબલ વૉર્મિંગની અસરને પહોંચી વળવા માટે વધુ ને વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવુ જોઈએ તેવી સૌને અપીલ કરી હતી. તેમજ પર્યાવરણના મહત્વ વિશે અને પર્યાવરણ આપણા જીવનનુ અભિન્ન ઘટક છે તેના વિશે ઉપસ્થિતોને સમજણ આપવામાં આવી હતી. આ તકે પ્રા.આ.કે. તુરખાના મેડિકલ ઓફિસર ડૉ. આશિષ વેદાણી, આયુષ મેડિકલ ઓફિસર શ્રી ડૉ. રાધેશ ધ્રાંગધરિયા તેમજ દરેક સ્ટાફે ઉત્સાહ પૂર્વક ભાગ લઇ પીએચસી કેમ્પસમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી દરેકને વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવા માટે પ્રેરણા આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.