શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરો તથા ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિતે તા. 04-06-2024 સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને ગુલાબની પાંદડીના વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ"
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.