લાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા આજરોજ સિહોર ટાણા ચોકડી. બજરંગ દાસ બાપા ની મઢુલી પાસે કાળજાળ ગરમી મા રાહત આપતુ પીણુ એટલે અમૃતતુલ્ય છાશ કેન્દ્ર નંબર 2 નુ ઉદઘાટન સમારોહ યોજાઈ ગયેલ.
. શિહોર ટાણા ચોકડી એટલે 30 ગામ નુ પેસેનજરો ને સિહોર- ભાવનગર - રાજકોટ આવવા જવાનુ સ્ટેન્ડ પર આજરોજ 200 લીટર છાશ બપોર ના 12 વાગ્યા સુધી મા ખાલી થઈ ગઈ.
આજરોજ છાશ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહ મા પુર્વ પ્રમુખ લાયન પ્રદિપભાઈ, એમ.જે.એફ.લાયન ડો.શ્રીકાંતભાઈ દેસાઈ, લાયન મુકેશભાઈ વોરા, સેક્રેટરી લાયન સંજયભાઈ દેસાઈ, ટ્રેઝરર લાયન કલ્પેશભાઈ સલોત, પૂર્વ પ્રમુખ લાયન ડો.ડી.પી.પ્રજાપતિ.લાયન,પુર્વ સેક્રેટરી ઉદયભાઇ વિસાણી,લાયન ડો.કલ્પેશભાઈ ગૌસ્વામી. લાયન યોગેશ ભાઈ મલુકા અને વર્તમાન પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક ની હાજરી મા તેની ટીમ દ્વારા આ ચાલુ વર્ષ નો 50 મો પ્રોજેક્ટ જે 15 દિવસ ચાલશે.
છાશ કેન્દ્ર નો પેલો પ્રોજેક્ટ કાજાવદર ગામે દોઢ મહીના થી ચાલે છે અને રોજ 200 લીટર છાશ 125 - 150 કુટુંબો અને ખેત મજૂરો લાભ લઇ રહ્યા છે.કાજાવદર છાશ કેન્દ્ર ના દાતા વતન પ્રેમી દાનવીર ભામાશા શેઠ શ્રી ચંદ્રકાંતભાઇ ચંપકલાલ શાહ હાલ મુંબઇ છે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.