બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન (UAV)નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનુ જાહેરનામું - At This Time

બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન (UAV)નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનુ જાહેરનામું


(માહિતી બ્યુરો, બોટાદ)
બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા કે, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા, BAPS સ્વા.મંદિર ગઢડા તથા ટેલીફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા, ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પીંગ સ્ટેશન નાવડા તથા ગઢડા તથા સોનાવાલા હોસ્પિટલ બોટાદ તથા CHC હોસ્પિટલ ગઢડા તથા મધુસુદન ડેરી ગઢડા તથા ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટ બોટાદ, કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરી બોટાદ તથા બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલ વિજળી પાવર સપ્લાયર સબ સ્ટેશનો વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયની SOP અને Drone rules-2021 મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. જેમાં બોટાદ જિલ્લામાં કુલ- ૫૮ સ્થળોને રેડ,યલો ઝોનમાં મુકવામાં આવ્યાં છે.

જેથી બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ સેન્સેટીવ વિસ્તારો/સંસ્થાનોને ડ્રોન(UAV) જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇ તેની સુરક્ષાને હાનિ ન પહોંચાડે તે સારૂ ઉપરોક્ત જણાવેલ વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લામાં આ સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું ઉક્ત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૨૬-૦૫-૨૦૨૪થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ(સને-૧૮૬૦ના ૪૫મા અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.