જસદણમાં 45 ડીગ્રી તાપમાન નોંધાયું : જસદણ-આટકોટ ફોરલેન રોડ સહિતના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. - At This Time

જસદણમાં 45 ડીગ્રી તાપમાન નોંધાયું : જસદણ-આટકોટ ફોરલેન રોડ સહિતના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા.


જસદણ પંથકમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 45 ડીગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. જસદણ પંથકમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે. તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતા જસદણ વાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. સતત બે દિવસથી આગ ઝરતી ગરમીના કારણે લોકો કામ વિના ઘર બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. જસદણ પંથકમાં બપોરના સુમારે જસદણ-આટકોટ ફોરલેન રોડ અને શહેરની મુખ્ય બજારો, શેરીઓ સહિતના મુખ્ય માર્ગો સુમસામ બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.