ડેડીયાપાડા ટીડીઓ ને ચૈતર વસાવાએ ધમકાવ્યાના આક્ષેપોની મનસુખ વસાવાની પોસ્ટ બાદ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં બબાલ, ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા પણ સમર્થકો ભેગા થતા મામલો ગરમાયો. - At This Time

ડેડીયાપાડા ટીડીઓ ને ચૈતર વસાવાએ ધમકાવ્યાના આક્ષેપોની મનસુખ વસાવાની પોસ્ટ બાદ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં બબાલ, ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા પણ સમર્થકો ભેગા થતા મામલો ગરમાયો.


ડેડીયાપાડા ખાતે ભરુચ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાનાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા ટીડીઓને ધમકાવ્યા છે એટલે ભાજપના લોકો ડેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થાવ હું આવવા નિકળી ગયો છું.મનસુખ વસાવા ડેડીયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈતર વસાવા પણ પોતાનાં સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા.મનસુખ વસાવાને ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે તમે જે આક્ષેપ કર્યો છે એનાં તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો, અને મારી પર ફરિયાદ કરો.ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો.
ત્યારે સામે મનસુખ વસાવાએ કહ્યું કે હું અહીંયાનો સાંસદ છું, મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે. ચૈતર વસાવાને કહ્યું કે હું નહિ તુ અહીંયા ખોફ ઉભો કરે છે.આ મારો વિસ્તાર છે એટલે હું અહીંયા આવીશ જ.ચૈતર વસાવાએ સામે કહ્યું કે છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ, ડેડીયાપાડામાં મનરેગા, નલ સે જલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું ન કર્યું, હમણા તમારી સરકાર છે તપાસ કરાવો.આ સમગ્ર ઘટના દરમીયાન નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું કે તારી પાસે આટલો પૈસો કેવી રીતે આવ્યો તો ભ્રષ્ટાચાર કરીને.તો ચૈતર વસાવાએ સામે કહ્યું કે મારો દોઢ લાખ પગાર છે, તારી જેવો હુ બુટલેગર નથી.ચૈતર વસાવાએ મનસુખ વસાવાને કહ્યું કે તમે દારૂના બુટલેગર અને આકડાનો ધંધો કરતા લોકો સાથે ફરો છો તમને શરમ આવવી જોઈએ, ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું કે તુ નકલી દારૂ વેચવાનું બંધ કર.

Malek Ysadani
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.