બરવાળા નગરપાલિકા કચેરીને કરાઈ તાળાબંધી, શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ઊભરાતાં ગંદા પાણીથી રહીશો ત્રાહીમામ, અનેકવાર રજૂઆત છતા કોઈ નિકાલ ન આવતા કચેરીને તાળાબંધી કરી નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવ્યો, વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રોડ પર અને રહેણાંકી મકાનોમાં ફરી વળતા રોગચાળો ફેલાવાની સ્થાનિકોમાં દહેશત, વહેલી તકે ગટરના ઊભરાતાં ગંદા પાણીનો નિકાલ કરવા ઉઠી માંગ.
બોટાદ જિલ્લાના બરવાળા શહેરના પાટશેરી, કુંડળ દરવાજા વિસ્તાર, જુની સતવારા શેરી સહિતના વિસ્તારોમાં ગટરના પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે અને ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં તેમજ મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે જેને લઈ લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જેને લઈ સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે સ્થાનિકોએ નગરપાલિકાને અનેક વખત ગટરના પાણીનો નિકાલ કરવા રજૂઆત કરી હોવા છત્તાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા અંતે 50 થી વધારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી બરવાળા નગરપાલિકા કચેરીને ઘેરી અને તાળાબંધી કરી હતી અને ઉગ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી નગરપાલિકા કચેરી ખાતે બેસી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું, તો નગરપાલિકા કચેરીમાં " અંધેરી નગરી મેં ગંડુ રાજા " જેવું શાસન ચાલતું હોવાના આક્ષેપો સાથે ગટરના ગંદા પાણીનો વહેલી તકે નિકાલ લાવવા માંગ કરી અને કચેરીને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.