lસુરત થી પોઇચા નર્મદા નદી કિનારે આવેલાં પરિવાર ના સાત વ્યક્તિઓ પાણી માં ડૂબી ગયા : બે નો બચાવસુરત કર્મકાંડ ની વિધિ માટે પોઇચા આવેલા પરિવાર ના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણી માં ગરકાવ થયા,
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં પોઇચા ગામની નર્મદા નદી માં આજે સવારે સુરત થી આવેલાં એકજ પરિવાર ના નવ સભ્યો નદી માં સ્નાન કરતા પાણીમાં ડૂબી જતાં સાત ના મોત થયા હતા જ્યારે બે નો આબાદ બચાવ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ના સલિયાહેમર્ડ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટી માં રહેતા એકજ પરિવાર ના લોકો વિધિ કરતા પહેલા પોઇચા ની નર્મદા નદી માં સ્નાન કરવા ગયા હતા ત્યાં અચાનક ઊંડાણ વાળી જગ્યા પર પહોંચતા એક બાદ એક વ્યક્તિ ડૂબતા બૂમાબૂમ થઈ જેમાં કુલ નવ વ્યક્તિઓ પાણી માં સ્નાન કરતા હતા જેમાંથી સાત વ્યક્તિઓ ડૂબી ગયા હતા ડૂબેલા વ્યક્તિઓ માં છ નાના બાળકો છે, ડૂબેલા વ્યક્તિઓ માં...ભરતભાઈ મેવાભાઈ બલદાણીયા. (૪૫)આરનવ ભરતભાઈ બલદાણીયા (૧૨)મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા (૧૫)વ્રજ હિંમત ભાઈ બલદાણીયા (૧૧)આર્યન રાજુભાઈ જીનીવા (૦૭) ભાર્ગવ અશોકભાઈ હડિયા (૧૫) ભાવિક વલ્લભ ભાઈ હડીયા (૧૫)તમામ રહેવાસી.સુરત નો સમાવેશ થાય છે . જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજાળા અને કુસ્કી મગનભાઈ જીંજાળા નાઓ નો આબદ બચાવ થયો છે. નર્મદા પોલીસ વડા પ્રશાંત સુમ્બે સાથે રાજપીપળા ટાઉન પીઆઈ આર.એસ. ડોડીયા અને પોલીસ ટીમ ઘટના સ્થળે છે.તેમજ રાજપીપળા ફાયર બ્રિગેડ ની ટીમ પણ બચાવ કામગીરી માં જોડાઈ હતી અને સ્થાનિક તરવૈયાઓ એ પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી રહી છે.
(તંત્ર દ્વારા બંધ કરેલી નાવડીઓ જો ચાલુ હોત તો સ્થાનિક નાવિકો દ્વારા ઝડપી બચાવ કામગીરી થઇ હોત અને આટલો મોટો મૃત્યુ આંક કદાચ ના પહચ્યો હોત પરંતુ હાલ નવદિયો બંધ છે જેથી નાવડી ચાલુ રખાઇ એ જરૂરી છે. ક્યા તો તંત્ર એ નર્મદા નદી માં સ્નાન પર પ્રતિબંધ મૂકવો જોઈએ.તેવી વાત ઘટના સ્થળે સાંભળવા મળી હતી.)
(પોઇચા નર્મદા નદીમાં કેટલીક જગ્યા એકદમ ઊંડાણ વાળી છે ત્યાં અવાર નવાર લોકો ડૂબી જવાની ઘટના બની છે માટે તંત્ર દ્વારા આવી જોખમી ઊંડી જગ્યા પર ભક્તો એ નહીં જવા માટે ચેતવણી ના બોર્ડ મારવા જરૂરી છે.)
Malek Ysadani
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.