ઉપલેટાની ખ્યાતનામ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલનું સી.બી.એસ.ઈ. બોર્ડ ધોરણ ૧૦ નું સતત પાચમાં વર્ષે ૧૦૦% પરિણામ આવ્યું
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૪ મે ૨૦૨૪, સી.બી.એસ.ઈ. બોર્ડનું ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થયું છે જેમાં રાજકોટ જિલ્લાની ઉપલેટા તાલુકાની એકમાત્ર સી.બી.એસ.ઈ. સ્કૂલ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ ૧૦૦% આવેલ છે જેમાં આ શાળાએ સતત પાંચમા વર્ષે પણ ૧૦૦% પરિણામ આપવાનો સિલસિલો જાળવી રાખ્યો છે.
સ્કૂલની વિદ્યાર્થિની પ્રાચી કક્કડ એ ૯૬.૦૪% સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે ત્યારે પ્રાચીએ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, તેણે એક પણ ટ્યુશન કે કોચિંગ રાખ્યું હતું નહિ. માત્ર સ્કૂલના શિક્ષકોની દરેક વાતનું પાલન કરી આ પરિણામ મેળવ્યું છે. ગણિત વિષયમાં શિક્ષક કરનના માર્ગદર્શન હેઠળ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા છે.
બીજા ક્રમે રાની સોલંકી એ ૯૪.૦૮% મેળવ્યા છે અને ત્રીજા ક્રમે કેશા સખીયા એ ૯૨.૦૬% મેળવ્યા છે. આમ આ વર્ષે દીકરીઓએ અગ્રેસર રહીને મેદાન માર્યું છે.
આ ઉપરાંત સ્કૂલના પરિણામની વાત કરીએ તો ત્રણ વિદ્યાર્થીઓએ ૯૧% થી વધુ લાવ્યા છે અને ૧૪ વિદ્યાર્થીઓ ૮૦% થી વધુ લાવ્યા છે.
જ્યારે બીજા ૧૪ વિદ્યાર્થીઓ ૭૦% થી વધુ માર્કસ લાવ્યા છે અને સાત વિદ્યાર્થીઓ એવા છે કે જે
૬૦% થી વધુ ગુણ સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.
તાલુકા મથક પર સી.બી.એસ.ઈ. સ્કૂલ ચલાવીને મેગા સિટી જેવું રિઝલ્ટ આપતી આ સ્કૂલ ઘર આંગણે ઉત્તમ શિક્ષણ આપી રહી છે જેમાં સતત કાર્યશિલ મેનેજમેન્ટ અને બહારના વિદ્વાન શિક્ષકોની અગાથ મહેનત ઉપલેટામાં રાખીને આવું પરિણામ શક્ય બનાવ્યું છે ત્યારે આ તકે સ્કૂલના પ્રિન્સિપાલ માધુરીબેને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સતત એકેડેમીક સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. સમયાંતરે વિકલી ટેસ્ટ, ટ્રેનિંગ, માર્ગદર્શન, તેમજ દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપીને આ પરિણામ શક્ય બન્યું છે.
સ્કૂલના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૦% પરિણામ આવ્યું તેની પાછળના મુખ્ય કારણો અમારૂ સ્થિર અને મજબૂત મેનેજમેન્ટ, અમારી સફળ એકેડમીક શિક્ષકોની ટીમ તેમજ
વિદ્યાર્થીઓની જોરદાર મહેનત અને વાલીના સંપૂર્ણ સહકાર મુખ્ય છે.
આ તકે સ્કૂલના ચેરમેન શક્તિસિંહ રાઠોડ દ્વારા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા તેમજ સમગ્ર શિક્ષકો અને વાલીઓનો આભાર માન્યો હતો અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનાર ભવિષ્યમાં પણ અમે ઉપલેટાને વધુને વધુ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છીએ તેવું જણાવ્યું છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.