વિરપુર તાલુકાના ડેભારી ગામના શિક્ષક અરવિંદભાઈ કે પટેલને જાયન્સ ગ્રુપ ઓફ કલોલ દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ -2024 થી સન્માનિત કર્યા…
સમગ્ર ગુજરાતમાંથી 97 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામના શિક્ષકને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ -2024થી સન્માનિત કરવામાં આવતા સમગ્ર શિક્ષક આલમ તેમજ મિત્ર વર્તુળ અને ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી ડેભારી ગામના અરવિંદભાઈ પટેલ શિક્ષણ ક્ષેત્રે અવનવું કરવા માટે જાણીતા ઉત્સાહી અને ખંતીલા શિક્ષક છે તેમની કર્તવ્યનિષ્ઠા ,સાહિત્ય અને કલા પ્રત્યેનો પ્રેમ ,ઉત્તમ વક્તા ,ઉદઘોષક ,લેખક, શિક્ષણપ્રત્યેની રુચી અને કંઈક કરી છુટવાની ભાવનાની ગુજરાતની અનેક નામાંકિત સંસ્થાઓએ નોંધ લીધી છે આ કાર્યક્રમમાં ગુજરાત શિક્ષક ગૌરવ સન્માનથી રાજ્યભરના પ્રતિભાશાળી 97 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ડેભારી ગામના વતની અને શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ડેભારી ખાતે 31 વર્ષથી શિક્ષકની ફરજ નિભાવી રહ્યા છે . અરવિંદભાઈ કે પટેલને શીલ્ડ અને સન્માન પત્ર આપી મહેમાન શ્રી ઓના વરદ હસ્તે સન્માનિત કર્યા હતા આ પ્રસંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના મદદની સચિવ શ્રી પુલકીત ભાઈ જોશી, ભાવનગરના કેળવણી કાર અને ગુજરાત શૈક્ષણિક અને સાહિત્યિક મંચના સયોજક શ્રી તખુભાઈ સાંડસૂર ,શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી તથા જેન્ટસ ગ્રુપ ઓફ કલોલ ના પ્રમુખ મંત્રી અને તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.