ભરૂચ જિલ્લાના વાંસી ગામ ખાતે બાપજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું, ૧૫ હિન્દુ મુસ્લિમ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં. - At This Time

ભરૂચ જિલ્લાના વાંસી ગામ ખાતે બાપજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું, ૧૫ હિન્દુ મુસ્લિમ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં.


ભરૂચ તાલુકાના વાસી ગામ ખાતે માનવ સેવાને લગતાં કાર્યો કરવાના ઉદ્દેશથી સ્થપાયેલ બાપજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
હાલના મોંઘવારીનો સમય અને સમાજના કુરીવાજો વચ્ચે
ગરીબ પરિવાર માટે દીકરીના લગ્ન ખુબ જ મુશ્કેલ બનતા જાય છે એવી પરિસ્થિતિમા સમાજમાં પ્રવર્તતા દહેજ પ્રથા જેવા કુરિવાજો અને રૂઢિઓને તિલાંજલી આપી સમૂહલગ્નોનો સ્વીકાર વિકાસની નવી પરિભાષા છે. ત્યારે કોમી એકતાના પ્રતીક એવા વાસી ગામ ખાતે બાપજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા ૧૫ જેટલા હિન્દુ મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિમા જોડાયા હતા જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપરાંત ઘરવખરીનો સમાન પણ આપવામાં આવ્યો હતો.
બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઐયુબ બાપુ,સરપંચ નીયાઝ મલેક, ટ્રસ્ટનાં સભ્યો અને દરેક પ્રકારની વસ્તુઓનાં દાતાઓ દ્વારા
સરાહનીય ભુમિકા ભજવી સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતો.
બાપજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સમુહ લગ્નમા મુખ્ય અતિથી તરીકે સામાજીક અગ્રણી શુલેમાન પટેલ,વરિષ્ઠ પત્રકાર વસીમ મલેક, કરન સોલાર તેમજ બીજા સામાજીક અગ્રણીઓ, સખીદાતાઓ અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

મલેક યસદાની
At This Time Bhruch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.