અમદાવાદ શહેરમાં ગરમી વધતા સામજીક સંસ્થાઓ દ્વારા જાહેર જનતા માટે નિઃશુલ્ક છાસ કેન્દ્રો ઉપર છાસ વિતરણ સેવા.
૧ - આજરોજ તા.૧૨ મે ૨૦૨૪, રવિવારે શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા આયોજીત નિ:શુલ્ક છાસ વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,
શ્રી શક્તિ ગ્રૂપ અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સુનીલભાઈ પટેલ, હરિરામભાઈ તિવારી, સન્ની રામી, જીતુભાઈ રાજપૂત, બાબુભાઈ પટેલ, હરીશભાઈ શાહ, હરીશ યાદવ, નવીનભાઈ પટેલ તથા શક્તિ ગ્રૂપ ના દરેક સભ્યો દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં કરવામાં આવ્યો,
આજ ના આ નિઃશુલ્ક છાસ વિતરણ પ્રસંગે મણીનગર વિધાનસભાના મા.ધારાસભ્ય અમુલ ભાઈ ભટ્ટ તથા ઈસનપુર વોર્ડના પ્રમુખ રામકીશન ભાઈ યાદવ, મહામંત્રી દર્શીત દેસાઈ તથા પુલકીતભાઈ વ્યાસ એ હાજરી આપી સેવાકાર્ય કરતા લોકોમાં ઉત્સાહમાં વધારો કર્યો હતો,
આ કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા હવે ના ગરમીના દિવસો સુધી દર રવિવારે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે.
૨ - આજ રોજ તા. ૧૨ મે ૨૦૨૪ રવિવારે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા આવકાર હોલ પાસે નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં યોજવામાં આવ્યો.
કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને પૂર્વ AMTS સભ્ય, D.R.U.C.C મેમ્બર ( સભ્ય ) શાદુઁલભાઈ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશનના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઇ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, ધ્રુમિત ઠક્કર, દીપેશભાઈ સથવારા, જય દેસાઇ દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ સેવા કાર્યમાં જોડાયા હતા,
છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ અને જાહેર જનતા માટે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.